________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંસી, આહારક-એ પ્રમાણે મૂલભેદની અપેક્ષાએ ચાર માર્ગનું સ્થાને છે.
માગણ એટલે જીવ વિગેરે પદાર્થોનું સંશોધન જેના વડે થાય તે માર્ગણું. તે માર્ગણાના સ્થાનો-આશ્રયે તે માગણાસ્થાને. તે માણાએ ઉત્તરભેદની અપેક્ષાએ બાસઠ (૬૨) છે. તે આ પ્રમાણે છે –
૧. દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય એમ ગતિ ચાર, ૨. સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રેત્ર-એમ પાંચ ઈન્દ્રિય.. ૩. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય-એમ છ કાય. ૪. મન, વચન અને કાયા–એમ ત્રણ યોગ. ૫. સ્ત્રી, પુરુષ, નપુંસક–એમ ત્રણ વેદ. ૬. ક્રોધ, માન, માયા, લોભ-એમ ચાર કષાયે. ૭. મતિ, શ્રુત, અવધિ, મન ૫ર્યવ, કેવલજ્ઞાન-એમ પાંચ જ્ઞાન.
જ્ઞાન ગ્રહણવડે ઉપલક્ષણથી તેના વિરોધી અજ્ઞાન પણ લેવા. તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એમ ત્રણ પ્રકારે છે. એ પ્રમાણે આઠ જ્ઞાન.
૮. સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત. એમ પાંચ સંયમ. તથા તેના પ્રતિપક્ષી એવા દેશસંયમ અને અસંયમ (અવિરતિ)ને લેતા સાત પ્રકારે થાય.
૯. ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલદર્શન–એમ ચાર દશન. ૧૦. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પત્ર, શુલ–એમ છ લેશ્યા. ૧૧. ભવ્ય અને તેના પ્રતિપક્ષી હોવાથી અભવ્ય-એમ બે ભવ્ય.
૧૨. ક્ષાયિક, ઔપશમિક, ક્ષયે પશમ-એમ ત્રણ સમ્યક્ત્વ. સમ્યકત્વ લેવાવડે તેના પ્રતિપક્ષીરૂપ મિશ્ર, સાસાદન, મિથ્યાત્વને પણ લેતા છ સમક્તિ..
૧૩. સંસી અને તેના પ્રતિપક્ષી અસંજ્ઞી એમ બે. ૧૪. આહાર અને તેના પ્રતિપક્ષી અનાહારક એમ બે. બધાયે ભેદને સરવાળો કરતાં બાસઠ ભેદ થાય છે. (૧૩૦૩)
૨૨૬. બાર ઉપયોગ मह १ सुय २ ओही ३ मण ४ केवलाणि ५ मइ ६ सुयअन्नाण ७ विभंगा ८॥ अचक्खु ९ चक्खु १० अवही ११ केवलचउदंसणु १२ वउगा ॥१३०४॥