________________
૩૫૭
૨૨૪. રૈદ ગુણસ્થાનક
* “સૂવનાત્ત સૂત્ર” સૂત્ર સૂચન કરનાર હોય છે. એ ન્યાયે પદના એક ભાગ વડે પણ આખા પદનો બંધ થાય છે એ અનુસારે અહી પણ ગુણઠાણને નિર્દેશ જાણુ, તે આ પ્રમાણે ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક, ૨. સાસ્વાદ-સમ્યગદષ્ટિ ગુણસ્થાનક ૩. સમ્યકૃમિથ્યાદષ્ટિ (મિશ્ર) ગુણસ્થાનક, ૪. અવિરતસમ્યગદષ્ટિ ગુણસ્થાનક, ૫. દેશવિરતિ ગુણસ્થાનક, ૬. પ્રમસંવત ગુણસ્થાનક, ૭. અપ્રમત્ત ગુણસ્થાનક, ૮, અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯ અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનક, ૧૦. સૂમસં પરાય ગુણસ્થાનક, ૧૧. ઉપશાંતકષાય વીતરાગ છ0 ગુણસ્થાનક, ૧૨. ક્ષીણુકષાય વીતરાગ છવસ્થ ગુણસ્થાનક, ૧૩. સગી કેવલી ગુણસ્થાનક, ૧૪. અગકેવલિ [ગુણસ્થાનક આ પ્રમાણે આ ચૌદ ગુણઠાણ છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાનક –
૧. મિથ્યા એટલે વિપરીત. દષ્ટિ એટલે અરિહતે પ્રરૂપેલ તત્વને સ્વીકાર. જેને વિપરીત પણે અરિહતે પ્રરૂપેલ તત્ત્વને સ્વીકાર કર્યો હોય છે, તે મિયાદષ્ટિ. જેમ ધતુર ખાધેલ પુરુષ સફેદ વસ્તુઓ પીળીરૂપે સ્વીકારે છે તેમ મિથ્યાદષ્ટિ જાણુ.
ગુણ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જીવના સ્વભાવ વિશેષ છે. જેમાં આ ગુણે રહે તે સ્થાન. ગુણેનું જે સ્થાન તે ગુણસ્થાનક અથવા ગુણઠાણ. જે ગુણઠાણા જ્ઞાન વિગેરે ગુણોની જ શુદ્ધિ-અશુદ્ધિની હાની–વૃદ્ધિના કારણે થયેલ સ્વરૂપ ભેદરૂપે છે. મિયાદષ્ટિ ગુણઠાણ સાસ્વાદનની અપેક્ષાએ જ્ઞાન વિગેરે. ગુણોની શુદ્ધિની હાનીની અપેક્ષાએ થયેલ સ્વરૂપભેદ એ મિથ્યાષ્ટિ ગુણસ્થાનક
પ્રશ્ન - જે આ મિથ્યાદષ્ટિ છે તે તેને ગુણસ્થાન શી રીતે સંભવે? કેમકે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણે છે તેમને તે ગુણઠાણામાં જ્ઞાન વિગેરે વિપરીત પણે શી રીતે થાય છે?
ઉત્તર - જે કે જીવને તત્વાર્થ શ્રદ્ધારૂપ આત્મગુણ નાશક સર્વઘાતી પ્રબલ મિથ્યાત્વમેહનીયના વિપાકેદયના કારણે પદાર્થ સ્વીકારરૂપ દષ્ટિ, વિપરીતરૂપે જીવને થાય છે. છતાં પણ કેક મનુષ્ય પશુ વિગેરેને અંતિમ નિગોદ અવસ્થામાં પણ તેવા પ્રકારના ફક્ત અવ્યક્ત સ્પર્શરૂપ પ્રતિપત્તિ અવિપરીત પણે હોય છે. જેમ અતિગાઢ વાદળાના સમૂહથી સૂર્ય–ચંદ્રનું તેજ ઢંકાયેલ હોવા છતાં પણ કંઈક પ્રકાશ–તેજ ખુલે રહે છે. જેમ સારી રીતે ચઢી આવેલા નવીન વાદળોના ગાઢ સમૂહવડે સૂર્ય—ચંદ્રના કિરણને સમૂહ તિરસ્કૃત થયે હોવા છતાં એકાંતે તે સૂર્ય-ચંદ્રના તેજને નાશ થઈ શકતા નથી. જે એ પ્રમાણે સૂર્ય–ચંદ્રના સમસ્ત તેજ નાશ થતું હોય તે, સમસ્ત જીમાં પ્રસિદ્ધ દિવસ-રાતને જે વિભાગ છે તેના અભાવને પ્રસંગ આવશે. કહ્યું છે કે,