________________
૨૨૪ સૈદ ગુણસ્થાનક '
૩૫૫ કહેવાય. ધર્માસ્તિકાયદ્રવ્યના જ પ્રકૃષ્ટ દેશ એટલે જેના વિભાગો ન પડી શકે એ અતિ સૂવમ ભાગ તે પ્રદેશ. તે પ્રદેશ અસંખ્યાતા છે કારણ કે તે કાકાશના પ્રદેશ પ્રમાણ છે એ પ્રમાણે અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયના પણ ત્રણ-ત્રણ ભેદે કહેવા. પરંતુ આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતા જાણવા.કારણ કે લેક અનંત છે. દશમ અદ્ધાકાલ છે. આ અદ્ધાકાલ વાસ્તવિક્મણે વર્તમાન એક સમયરૂપે જ હેવાથી દેશપ્રદેશથી કલ્પના વગરનું દ્રવ્ય છે.
સ્કંધ, દેશ. પ્રદેશ અને પરમાણુ-એમ ચાર પ્રકારે રૂપી અજીવ છે. રિત એટલે સુકાય છે. અને ધીચત્તે એટલે પોષાય છે. જે દ્રવ્ય છૂટા પડવા વડે તથા ભેગા થવા વડે સુકાય છે અને પોષાય છે. તે સ્કંધ કહેવાય છે. જે સ્કંધે અનંતા અનંત પરમાણુના જથ્થારૂપે છે. જે ચર્મચક્ષુ વડે જોઈ શકાય એવા ઘડા થાંભલા વિગેરે રૂપે છે. ચર્મચક્ષુ વડે જોઈ ન શકાય અચિત મહાસ્ક છે વિગેરે પણ રૂપીદ્રવ્ય છે. પુદ્ગલ સ્કંધનું અનંતાપણું જણાવવા માટે અહીં બહુવચન કર્યું છે. સ્કંધત્વના પરિણામને છોડ્યા વગર બુદ્ધિની કલ્પનાનુસાર સ્કંધના જ બે વિગેરે પ્રદેશ રૂપ જે વિભાગે તે દેશે કહેવાય છે. અહીં બહુવચન કહ્યું છે કારણ કે, અનંત પ્રદેશવાળા તેવા પ્રકારના સ્કંધમાં અનંતદેશે સંભવે છે. સ્કંધત્વરૂપ પરિણામે પરિણમેલ સ્કંધના બુદ્ધિ કલ્પનાનુસારે અતિસૂકમ દેશ જે વિભાગ વગરના ભાગ રૂપે છે. અનંતા પ્રદેશ હોવાથી અહીં પણ બહુવચન કહ્યું છે. પરમ જે અણુઓ તે પરમાણુ ભાગ વગરના દ્રવ્યરૂપે છે.
પ્રશ્ન – પ્રદેશ અને પરમાણુમાં શું ફરક છે? કારણ કે બંને ભાગ વગરના છે.
ઉત્તર :- સ્કંધની સાથે જોડાયેલ ભાગ વગરેનો -જે અણુ હોય તે પ્રદેશ અને જેઓ અંધાના પરિણામ રહિત એટલે જે સ્કંધથી છૂટા પડેલા એકલા જ આલેકમાં રહેલા હોય તે પરમાણુ કહેવાય. આ પ્રમાણે જીવ સિવાયના અજી ચૌદ પ્રકારે છે. (૧૩૦૧)
૨૨૪. ચૌદ ગુણસ્થાનક मिच्छे १ शासण २ मिस्से ३ अविरय ४ देसे ५ पमत्त ६ अपमत्ते ७ । नियट्टि ८ अनियट्टि ९ सुहुमु १० वसम ११,
___ खीण १२ सजोगि १३ अजोगि १४ गुणा ॥१३०२॥ ૧. મિથ્યાત્વ, ર. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪, અવિરત, ૫. દેશવિરતિ, ૬. પ્રમત્ત, ૭. અપ્રમત્ત, ૮, નિવૃત્તિ, ૯ અનિવૃત્તિ બાદર સંપરાય, ૧૦. સુક્ષ્મસં૫રાય, ૧૧, ઉપશામક, ૧૨. ક્ષીણુમેહ, ૧૩, સયોગી, ૧૪. અગી. એ ચૌદ ગુણઠાણું છે.