________________
૩૫૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જવસ્થાને. તે જીવસ્થાને આ ક્રમ પ્રમાણે છે. ૧. સૂથમ એકેન્દ્રિય, ૨. બાદર એકેન્દ્રિય, એમ બે પ્રકારે એકેન્દ્રિ, ૩ બેઈન્દ્રિય, ૪. તેઈન્દ્રિય, ૫. ચૌરેન્દ્રિય, (એમ ત્રણ પ્રકારે વિકલેન્દ્રિય) ૬. અસ િપંચેન્દ્રિય. ૭. સંસિ પંચેન્દ્રિય-એમ બે પ્રકારે પંચેન્દ્રિયો છે, બધા મળીને સાત થયા. આ સાત સૂક્ષમ એકેન્દ્રિય વિગેરે દરેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ-બે-બે ભેદ જાણવા
અહીં એટલું વિશેષ છે કે અપર્યાપ્તાએ લબ્ધિ અને કરણ એમ બે પ્રકારે છે. તેમાં જે અપર્યાપ્તા જ મરે છે. અને પિતાને ચગ્ય પર્યાસિઓ પૂરી કરતા નથી તે લબ્ધિઅપર્યાપ્તા. જેઓ પોતાને કરવા યોગ્ય પર્યાપ્તિએ જ્યાં સુધી પૂરી ન કરે પરંતુ ભવિષ્યમાં જરૂર પર્યાપ્તિએ પુરી કરનાર હોય, ત્યાં સુધી તે કરણ અપર્યાપ્ત કહેવાય છે. આગમમાં પણ આ પ્રમાણે કહ્યું છે કે
“લબ્ધિ અપર્યાપ્તાએ પણ નિયમ આહાર, શરીર, ઇન્દ્રિય, પર્યાપ્તિ પૂરી કર્યા પછી જ મરે છે, પહેલા નહીં. જેથી આગામીભવનું આયુષ્ય બાંધીને જ બધા જ મરે છે. તે આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાએને જ બંધાય છે.” (૧૩૦૦)
૨૩. અજીવના ચૌદ ભેદ. धम्मा १ ऽधम्मा २ ऽऽगासा ३ तियतिय भेया तहेव अद्धाय १० । खंधा ११ देस १२ पएसा १३ परमाणु १४ अजीव चउदसहा ॥१३०१॥
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના ત્રણ-ત્રણ ભેદે છે તથા કાળને એક ભેદ અને પુદગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ ચાર પ્રકાર મળીને અજીવના ચૌદ પ્રકાર છે.
અજીવ રૂપી અને અરૂપી–એમ બે પ્રકારે છે. જેને રૂપ હોય તે રૂપી. રૂપના ઉપલક્ષણથી ગંધ, વર્ણ, રસ, સ્પર્શ આકાર વિગેરે સમજવું. કારણ કે ગંધ વિગેરે વગર રૂપ હોતું નથી અથવા રૂપ એટલે સ્પર્શરૂપ વિગેરે વડે સંમૂચ્છિતરૂપ-ઉત્પન્ન થયેલ આકાર તે રૂપ. તે રૂપ જેને હોય તે રૂપી પુદ્ગલ કહેવાય છે કારણ કે તે જ રૂપવાન છે.
રૂ૫ વગરના હોય તે અરૂપી, તે ધર્માસ્તિકાય વિગેરે છે. એમાં રૂપી ચાર પ્રકારે છે અને અરૂપી દશ પ્રકારે છે. ઘણે વિષય હવાથી પહેલાં અરૂપી કહે છે.
જેનું સ્વરૂપ આગળ કહેલ છે એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ દરેકના ત્રણ-ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે ૧. ધર્માસ્તિકાય દ્રવ્ય. ૨. ધર્માસ્તિકાય દેશ, ૩. ધર્માસ્તિકાય પ્રદેશ. ' ધર્માસ્તિકાયરૂપ સંપૂર્ણ દેશ-પ્રદેશ રૂપ વિભાગ વગર ધર્મમય સમાન પરિણામવાળું જે અવયવી દ્રવ્ય તે ધર્માસ્તિકાયદ્રવ્ય. તથા તે જ ધર્માસ્તિકાયદ્રવ્યના જ દેશો એટલે બુદ્ધિ કલ્પનાનુંસાર બે વિગેરે પ્રદેશરૂપ જે વિભાગે, તે ધર્માસ્તિકાય દેશે