________________
પ્રવચન-સારોદ્ધાર ભાગ-૨ (૧) મનગુણિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિ અને પાંચ
સમિતિ આ અષ્ટપ્રવચન માતા છે. અહીં ભાવના આ પ્રમાણે છે. (૧) ઈર્યાસમિતિમાં અનુપગથી કે સહસાકારથી ચાલતા ચાલતા જે વાત કરે. (૨) ભાષા સમિતિમાં ગૃહસ્થની ભાષામાં કે મોટી રાડ પાડવાપૂર્વક બોલે. (૩) એષણા સમિતિમાં આહાર પાણીની ગવેષણમાં ઉપગ વગરને રહે. (૪) આદાનભંડમત્તનિક્ષેપણસમિતિમાં પ્રમાર્જના પૂજ્યા વગર ઉપકરણ વગેરે
લે-મૂક કરે. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ – પડિલેહણ કર્યા વગરની સ્થડિલભૂમિમાં ઠલ્લા વગેરેને પરઠ અને હિંસા દોષ ન લાગ્યો હોય.
૬-૭-૮ મનથી ખરાબ વિચાર્યું હોય, વચનથી ખરાબ બોલ્યા હોય અને કયાથી કુચેષ્ટા કરી હોય. તેમજ કામચેષ્ટા, હાસ્ય (મકરી) કરી હોય. સ્ત્રીકથા, ભક્તકથા, ચેરકથા, જનપદકથા કરી હોય, તથા ક્રોધ, માન, માયા, લોભનું સેવન કર્યું હોય. શબ્દ-રસ-રૂ૫-ગંધ સ્પર્શરૂપ વિશ્વમાં સહસાત્કારથી કે અનુપયોગથી આસક્તિ કરી હાય–આ સર્વે સ્થાનમાં તેમજ આચાર્ય વગેરેના વિષે મનથી ઠેષભાવ રાખ્યો હોય, વાણીથી વાતમાં વચ્ચે બેલવું વગેરે અશાતના કરી હોય, કાયાથી તેમની આગળ ચાલવું વગેરે આશાતના કરી હોય, તથા ઈચ્છા, મિચ્છા, તથાકાર વગેરે સામાચારીરૂપ પ્રશસ્તગ ન સેવ્યા હોય તે “મિચ્છામિ દુક્કડ” રૂપ પ્રાયશ્ચિત્ત હોય. (૭૫૧)
सद्दाइएसु रागाइविरयणं साहिउं गुरूण पुरो। दिज्जइ मिच्छादुक्कडमेयं मीसं तु पच्छित्तं ३ ॥७५२॥
શબ્દ વગેરે પાંચ વિષયમાં રાગાદિ કર્યા હોય તેને ગુરુ સમક્ષ કહી મિચ્છામિ દુક્કડ' આપે, તે મિશ્ર પ્રાયશ્ચિત્ત છે.
૩ મિશ્ર પ્રાયશ્ચિત્ત – શબ્દ-રૂપ વગેરે ઈષ્ટ અનિષ્ટ વિષયમાં આસક્તિરૂપ રાગ અને અપ્રીતિરૂપ છેષ વગેરે ફક્ત મન વડે કર્યો હોય, તે તે ગુરુ સમક્ષ કહીને જે મિચ્છામિ દુક્કડે અપાય, તે મિશ્ર પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
જુદા જુદા પ્રકારના ઇન્દ્રિયેનાં વિષયભૂત શબ્દાદિ વિષયને અનુભવી કેઈને એવી શંકા પડે કે જીવ શબ્દાદિ વિષયમાં રાગ દ્વેષ ભાવને પામ્યા છે ત્યારે તે શંકાના કારણે પહેલા ગુરુ આગળ આલચી પછી ગુર્વાદેશથી મિચ્છામિદુક્કડ આપવારૂપ મિશ્રપ્રાયશ્ચિત્તને ભાવથી સ્વીકારે છે.
જે અમુક શબ્દાદિ વિષયોમાં જીવ રાગ દ્વેષ પામે છે–એમ નિશ્ચિત હોય, તે તેમાં તપ કે પ્રાયશ્ચિત્તને પામે છે અને જેને નિશ્ચય છે કે પોતે રાગ દ્વેષભાવને પામ્યું નથી, તે શુદ્ધ હોવાથી તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી. (૭૫૨)