________________
૯૮. આલોચના-પ્રતિક્રમણ પ્રાયશ્ચિત
૧. સે હાથથી ઉપર કાર્ય માટે ગમન વગેરેની ગુરુની સમક્ષ આલોચના કરાય. ૨. સમિતિ વગેરેમાં મિથ્યાકરણ એટલે અન્યથા કરવામાં પ્રતિકમણપ્રાયશ્ચિત્ત કરાય.
૧ આલોચના – ભિક્ષા ગ્રહણ વગેરે આવશ્યક કાર્યો માટે સે હાથ ઉપર આવ્યા ગયા હોય, તો તે આલોચના યંગ્ય છે માટે ગુરુ સમક્ષ તેની વચન દ્વારા આલેચના કરે એટલે પ્રગટ કરે. આને ભાવાર્થ એ છે કે,
ગુરુને પૂછી ગુરુએ રજા આપેલ પોતે પોતાને લાયક ભિક્ષા, વસ્ત્ર, પાત્ર, શય્યા, સંથારે પાદપૂંછન (દંડાસણ) વગેરે અથવા આચાર્ય, ઉપાધ્યાય સ્થવિર, બાલ, ગ્લાન, શૈક્ષક, તપસ્વી તથા અસમર્થને ચગ્ય વસ્ત્ર, પાત્ર ભજન, પાણી, ઔષધિ લઈને આવ્યો હોય અથવા સ્થડિલભૂમિથી કે વિહાર કરી આવ્યા હોય અથવા ચૈત્યવંદન નિમિત્તે કે આગળ લીધેલ પીઠનું પાટીયું, પાટ વગેરે પાછા આપવા માટે કે અપૂર્વ સંવિજ્ઞ બહુશ્રુત મહામુનિને વંદન માટે કે શાસ્ત્રની શંકા નિવારણ માટે, કે શ્રાવક, સ્વજ્ઞાતિજનો કે શિથિલ વિહારીઓની શ્રદ્ધાની વૃદ્ધિ માટે કે સાઘર્મિક સાધુઓને સંયમમાં ઉત્સાહ માટે એ હાથ ઉપર દર કે નજીક જઈને આવેલ શિષ્ય, ગુરુ સમક્ષ વિધિપૂર્વક આચના કરે.
આ આલોચનાપ્રાયશ્ચિત્ત અવશ્ય કરવા લાયક ગમનાગમનાદિ કાર્યોમાં સમ્યગૂ ઉપગવાળા નિર્દોષભાવયુક્ત, નિરતિચારી છદ્મસ્થ અપ્રમત્ત સાધુને જાણવું. જ્યારે સાતિચારી સાધુને તે આગળ કહેલા પ્રાયશ્ચિત્તને સંભવ છે. કેવળજ્ઞાનીઓ તે કૃતકૃત્ય હોવાથી તેમને આલેચના હેતી નથી.
પ્રશ્ન –ગમનાદિ કાર્યો આવશ્યક કર્તવ્યરૂપ છે, તેમાં સમ્યગૂ ઉપગ યુક્ત નિર્દોષભાવવાળા નિરતિચારી છદ્મસ્થ અપ્રમત્ત સાધુને આલેચના પ્રાયશ્ચિત્ત કેમ હોઈ શકે ? કારણ કે સૂત્રાનુસારી પ્રવૃત્તિ હોવાથી આલોચના વગર પણ તેઓ શુદ્ધ છે.
ઉત્તર – સાચી વાત છે. ફક્ત જે પ્રવૃત્તિનિમિત્તક કે સૂફમપ્રમાદનિમિત્તક સૂક્ષમઆશ્રવ ક્રિયા છે, તે આલેચનામાત્રથી શુદ્ધ થાય છે, તેથી તેની શુદ્ધિ નિમિત્તે આલેચનાપ્રાયશ્ચિત્ત છે. -
૨ પ્રતિકમણું પ્રાયશ્ચિત્ત – સમિતિ વગેરેને સહસાકારથી કે અનુપયોગથી કેઈપણ રીતે પ્રમાદના કારણે વિપરીત કે બેટી રીતે આચરી હોય તે “મિચ્છામિ દુક્કડં? આપવારૂપ પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત કરાય છે.
પાંચ સમિતિઓ આ પ્રમાણે છે. (૧) ઇસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણ સમિતિ, (૪) આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, (૫) ઉચ્ચારપ્રશ્રવણ, ખેલ, જલ, સિંઘાણ પરિઝાપનિકા સમિતિ. વગેરે પદથી ગુપ્તિ વગેરેનું ગ્રહણ કરવું.