________________
૨૮૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ઈશ્વરવાદી - ૧. જીવ છે. સ્વથી છે. નિત્ય છે. ઈશ્વરથી છે. ૨. જીવ છે. સ્વથી છે. અનિત્ય છે. ઈશ્વરથી છે. ૩. જીવ છે. પરથી છે. નિત્ય છે. ઈશ્વરથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. ઈશ્વરથી છે.
ઈશ્વરવાદીઓ આખું જગત ઈશ્વરકૃત માને છે અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્યરૂપ ચતુષ્ક જેને સહજ રીતે સિદ્ધ થયેલું છે તથા પ્રાણિઓનાં-સ્વર્ગ અને મોક્ષના પ્રેરક ઈશ્વર છે એમ તે માને છે. કહ્યું છે કે, જે જગત્પતિને અપ્રતિબંધ એટલે નાશ ન પામે તેવું ૧. જ્ઞાન છે તથા ૨. વૈરાગ્ય, ૩. ઐશ્વર્ય અને ૪. ધર્મ. આ ચાર સહસિદ્ધ છે.
આત્માના (પિતાના) સુખદુઃખમાં આ અજ્ઞાની જીવ અસમર્થ છે. ઈશ્વર પ્રેરિત તે સ્વર્ગમાં અથવા નરકમાં જાય છે.
આત્મવાદી – ૧. જીવ છે. સ્વથી છે. નિત્ય છે. આત્માથી છે. ૨. જીવ છે. સ્વથી છે.. અનિત્ય છે. આત્માથી છે. ૩. જીવ છે. પરથી છે. નિત્ય છે, આત્માથી છે. ૪. જીવ છે. પરથી છે. અનિત્ય છે. આત્માથી છે. આત્મવાદીએ વિશ્વની પરિણતિરૂપ એક આત્માને જ સ્વીકારે છે. કહ્યું છે કે,
દરેક દેહમાં રહેલે ભૂતાત્મા એક જ છે. પાણીમાં રહેલા ચન્દ્રની જેમ તે એક પ્રકારે અને અનેક પ્રકારે જણાય છે.
આ (પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ) જે ભૂતકાળમાં થયેલું છે અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વપુરુષ એટલે આત્મા જ છે.
આ પ્રમાણે પાંચે ને ચારે ગુણતા વીસ ભાંગા થયા. આ વીસ ભાંગા જીવપદના આવ્યા. એ પ્રમાણે અજીવ વગેરે આઠે પદેના દરેકના વીસ વીસ ભાંગા થાય છે. જેમ
જીવ છે. સ્વથી છે. નિત્ય છે. કાળથી છે વગેરે એ પ્રમાણે વિસ ભાંગા વિચારવા. એવી રીતે વિસને નવે ગુણતા કિયાવાદીના એકસો એંસી (૧૮૦) ભાંગા થયા. (૧૧૯૧–૧૧૯૨–૧૧૯૩) હવે અક્રિયાવાદીના ચોર્યાસી (૮૪) ભાંગા લાવવાની રીત કહે છે. અક્રિયાવાદીના ભેદ
इह जीवाइपयाई पुन्नं पावं विणा ठविज्जन्ति । तेसिमहोभायम्मि ठविज्जए सपरसद्ददुगं ॥११९४॥ तस्सवि अहो लिहिज्जइ काल १ जहिज्छा य २ पयदुगसमेयं । नियइ १ स्सहाव २ ईसर ३ अप्पत्ति ४ इमं पयचउकं ॥११९५॥