________________
૨૮૨ :
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ - વિનયપૂર્વક ચરનારા એટલે વિનયાચાર પાળનારને વૈયિકે કહેવાય. એઓ કઈ લિંગ, આચાર કે શાસ્ત્રને ધરનારા એટલે માનનારા નથી. ફક્ત વિનયને જ સ્વીકારનારા છે. એમના બત્રીસ ભેદો છે. (૧૧૮૮) - હવે જે પ્રમાણે ઉદ્દેશ હોય છે તે પ્રમાણે નિર્દેશ કર એ ન્યાયાનુસારે ક્રિયાવાદીઓના એકસે એંસી (૧૮૦) ભેદ લાવવાની રીત કહે છે. ક્રિયાવાદીના ભેદોઃ'जीवाइनवपंयाणं अहो ठविजंति सयपरयसदा । तेसिपि अहो निचानिच्चा सद्दा ठविजन्ति ॥११८९॥ . काल १-स्सहाव २ नियई ३ ईसर ४ अप्पत्ति ५ पंचवि पयाई । निच्चानिचाणमहो अणुक्कमेणं ठविजंति ॥११९०॥ • જીવ, અજીવ, પુણપ, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ એ નવ પદાર્થોને કમસર પાટી પર લખવા પછી તે દરેક ન પદેની નીચે, સ્વતઃ અને પરત એમ બે શબ્દ લખવા. ત્યાર પછી તે સ્વતઃ અને પરતઃ શબ્દની નીચે નિત્ય અને અનિત્ય શબ્દો લખવા તે પછી નિત્ય અને અનિત્ય શબ્દ નીચે કમસર કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મસ્વરૂપ એ પાંચ પદે સ્થાપવા. (૧૧૮૯–૧૧૯૦ ) હવે આજ ભેદને વિસ્તારથી કહે છે.
जीवो इह अस्थि सओ निच्चो कालाउ इय पढमभंगो । बीओ य अस्थि जीवो सओ अनिच्चो य कालाओ ॥११९१॥ एवं परओऽवि हु दोनि भंगया पुव्वदुगजुया चउरो । लद्धा कालेणेवं सहावपमुहावि पाविति ॥११९२॥ पंचहिवि चउक्केहि पत्ता जीवेण वीसई भंगा। एवमजीवाईहिवि य किरियावाई असिइसयं ॥११९३॥
અહીં જીવ છે, સ્વતઃ છે, નિત્ય છે. કાળથી છે. આ પ્રથમ ભંગ છે. બીજો ભંગ જીવ છે. સ્વતઃ છે, અનિત્ય છે અને કાળથી છે. એ પ્રમાણે પરત ના પણ બે ભાંગ જાણવા, એમ પૂર્વના કહેલ સ્વતઃ ના બે ભાગા સાથે કાળના ચાર ભાંગા થયા. એ પ્રમાણે સ્વભાવ વગેરેના પણ ચાર ચાર ભાંગા આવે છે. એમ પાંચના ચાર ચાર ભાંગા ગણતા જીવપદના વીસ ભાંગા થયા. એ પ્રમાણે અજીવ વગેરેના પણ ગણુતા ક્રિયાવાદીના એક એંસી ભાંગા થાય,