________________
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
બધાયે ભવનપતિ વગેરે દેવગણે। અપર્યાપ્ત અવસ્થામાં એજાહારી છે અને પર્યાપ્ત અવસ્થામાં મનેાભક્ષી છે. એટલે મનવડે વિચારમાત્રથી આવેલા સકલ ઇન્દ્રિયાને આનંદ આપનાર, પ્રાપ્ત થયેલ સુંદર પુદ્ગલાને ખાતા હોય, તેમ ખાય છે. એટલે વૈક્રિય શરીર સાથે આત્મસાત્ કરે છે. એવા પ્રકારના મનાભક્ષી છે. આના ભાવ એવા છે કે,
૨૭૮
જેમ શીતયેાનિવાળા જીવાને શીતપુદ્ગલા સુખરૂપ પિરણમે છે. અથવા ઉષ્ણુચેાનિવાળા જીવાને ઉષ્ણુપુદ્ગલા સુખરૂપે પરિણમે છે. તેમ દેવાવડે મનથી ગ્રહણ કરાતા પુદ્દગલા દેવને પરમ સ ંતોષ અને તૃપ્તિ માટે થાય છે. જેથી એમની આહારની ઈચ્છા પૂણ થાય છે. ખાકીના દેવ સિવાયના નારકી વગેરે જીવા અપર્યાપ્ત અવસ્થામાં એજાહારી છે. પર્યાપ્તદશામાં લામાહારી જાણવા. પણ મનેાભક્ષી નથી. કેમકે મનેાભક્ષણુરૂપ આહાર તે કહેવાય કે જે તેવા પ્રકારની શક્તિ વિશેષથી મનવડે પોતાના શરીરની પુષ્ટિ કરનારા પુદ્દગલેા ગ્રહણ કરે અને જે ગ્રહણ કર્યાં પછી જીવને તૃપ્તિપૂર્વકના પરમ સતાષ થાય. આ હકીકત નારકી વગેરેને નથી કારણ કે તેમને પ્રતિકૂલ કર્મોદયના કારણે તેવા પ્રકારની શક્તિના અભાવ છે. (૧૧૮૩)
अपज्जत्ताण सुराणडणाभोगनिवत्तिओ य आहारो ।
पज्जत्ताणं मणभक्खणेण आभोग निम्माओ ।।११८४।।
અપર્યાપ્ત દેવાને અનાભાગનિમિત આહાર હાય છે અને પર્યાપ્ત દેવાને આભાગનિર્મિત મનાભક્ષણરૂપ આહાર હાય છે.
આભાગ એટલે વિચારવાપૂર્વક, ઈરાદાપૂર્વક જે કરાય, તે આભાગ. આભેગપૂર્વક જે કરાય, તે આભાગનિવર્તિત એટલે હું આહાર કરુ, એવી ઈચ્છાપૂર્વક જે આહાર કરાય, તે આભાગનિવર્તિતઆહાર કહેવાય. આભેગથી વિપરીત ‘હું આહાર કરું છું ’ એવી ઈચ્છા, ઈરાદા વગર જે આહાર કરાય, તે અનાલેગનિવર્તિતઆહાર કહેવાય.
વર્ષાઋતુમાં જે ઘણા પેશાખ થવા વગેરેના બહાનાથી જણાતા શીતપુદ્ગલના આહારની જેમ તે અનાભાગનિર્વાતંતઆહાર છે. અહીં અપર્યાપ્તદેવાના એજાહાર અનાભાગગનતિત હોય છે. કારણ કે મનપર્યાપ્તિ ન હેાવાથી ઈચ્છાના સંભવ નથી. પર્યાપ્તાઓને જે મનવડે વિચારી વિશિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવાપૂર્વક આહાર છે, તે આભાગનિતિંત એટલે ઈચ્છાપૂર્વક પ્રાપ્ત કરેલા આહાર છે. (૧૧૮૪)
હવે સાગરે યમની સ‘ખ્યા વડે આહાર અને શ્વાસેાશ્વાસનુ` કાળમાન કહે છે. जस्स जइ सागराई ठिइ तस्स तेत्तिएहि पक्खेहिं ।
ऊसासो देवाणं वाससहस्सेहिं आहारो ॥। ११८५ ।।