________________
૨૫૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ભવનપતિ:
असुरा १ नागा २ विज्जू ३ सुवन्न ४ अग्गी ५ य वाउ ६ थणिया ७ य । उदही ८ दीव ९ दिसाविय १० दस भेया भवणवासीणं ॥११२९।।
ભવનવાસીના દશ ભેદો આ પ્રમાણે છે. ૧. અસુરકુમાર, ૨, નાગકુમાર, ૩. વિદ્યુતકુમાર, ૪. સુવર્ણકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. વાયુકુમાર, ૭, સ્વનિતકુમાર, ૮, ઉદધિકુમાર, ૯. દિપકુમાર, ૧૦. દિશી કુમાર
ભવનવાસી દેના પેટભેદ આશ્રયી નાગકુમાર આદિ દશ ભેદો થાય છે. પ્રશ્ન:- આ દેવ કુમાર એમ શા માટે કહેવાય છે?
ઉત્તર:- કુમારની જેમ ચેષ્ટા-વર્તન કરનારા હોવાથી તે આ પ્રમાણે આ બધા જ દેવે કુમારની જેમ શૃંગાર કરવાની ઈચ્છાથી વિશિષ્ટ વિશિષ્ટતર ઉત્તર રૂપ ક્રિયા, ઉદ્ધતરૂપ વેષભૂષા, ભાષા, આભરણ, હથિયાર અને એના આવરણ, યાન વાહનવાળા, અતિ ઉત્કટ રાગવાળા અને ૨મત પરાયણ કુમાર જેવા હેવાથી કુમાર કહેવાય છે.
ભેદને આ ક્રમ ગાથાનુબંધ તથા ગાથાનુલમના કારણે કેઈક જગ્યાએ આ પ્રમાણે પણ કહ્યો છે. પરંતુ પ્રજ્ઞાપના વગેરેમાં આ કમ કહે છે. ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુતકુમાર, પ. અગ્નિકુમાર, ૬. દ્વિીપકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. દિશિકુમાર, ૯, પવનકુમાર, ૧૦. રતનિતકુમાર આ ભવનવાસિના દસ ભેદે છે. (૧૧૨૯) વ્યંતર – पिसाय १ भूया २ जक्खा ३ य रक्खसा ४ किन्नरा ५ य किंपुरिसा ६ । महोरगा ७ य गंधव्वा ८ अट्ठविहा वाणमंतरिया ॥११३०॥
હવે વ્યંતરના ભેદો કહે છે. ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિનર, ૬. ક્રિપુરુષ, ૭. મહેરગ, ૮. ગાંધર્વ-એમ આઠ પ્રકારે વાનમંતર દે છે. (૧૧૩૦)
અહીં બીજા આઠ વ્યંતરભેદે છે. તે કહે છે. अणपन्निय १ पणपन्निय २ इसिवाइय ३ भूयवाइए ४ चेव । कंदिय ५ तह महकंदिय ६ कोहंडे ७ चेव पयगे ८ य ॥११३१॥ इय पढमजोयणसए रयणाए अट्ट वंतरा अवरे । तेसु इह सोलसिंदा रुयगअहो दाहिणुत्तरओ ॥११३२॥
૧. અપ્રજ્ઞપ્તિક, ર. પંચ પ્રજ્ઞપ્તિક, ૩. વિવાદિત, ૪. ભૂતવાદિત, ૫. કંદિત, ૬. મહાકદિત, ૭. કૂષ્માંડ, ૮. પતંગ
રતનપ્રભાના પહેલા સ યોજનમાં આ આઠ અંતર છે. તેમના સોળ ઈદ્રો રૂચકની નીચે ઉત્તર-દક્ષિણ દિશામાં છે.