________________
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક
દેવેની સ્થિતિ भवणवइवाणमंतरजोइसियविमाणवासिणो देवा ।
दस १ अढ २ पंच ३ छब्बीस ४ संखजुत्ता कमेण इमे ॥११२८।। ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વિમાનવાસી આ દેવે અનુક્રમે દસ, આઠ, પાંચ અને છવીસ એમ સંખ્યાવાળા છે.
- ભવનપતિ પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ પુણ્યના સમૂહ વડે વિશિષ્ટ ભેગ સુખવાળા જીવ વિશેષ તે દેવ.
જેઓ આકાશમાં રહ્યા દીપી રહ્યા છે, તે દેવે. તેમના મૂળભેદ ચાર છે. તે આ પ્રમાણે ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. તિષી, ૪. વિમાનવાસી.
ભવનેનાપતિ એટલે તેમાં વસવા વડે તેના સ્વામી તે ભવનપતિ દેવ અને તે રહેવાપણું મટે ભાગે નાગકુમાર વગેરેની અપેક્ષાએ જાણવું. કેમકે તેઓ પ્રાયઃ કરી ભવનોમાં વસે છે. ક્યારેક આવાસોમાં અસુરકુમારે ઘણે ભાગે આવાસમાં વસે છે. ક્યારેક ભવનમાં વસે છે. ભવન અને આવાસ વચ્ચે આ પ્રમાણે તફાવત છે.
ભવનો બહારથી ગોળ અને અંદરથી ચોરસ છે. નીચેના ભાગે કર્ણિકાના આકારના છે. આવાસો કાયમાન સ્થાનીય મહામંડપરૂપ છે અને વિચિત્ર એટલે વિવિધ પ્રકારના મણિરત્નના પ્રકાશવડે સમસ્ત દિશા સમૂહને પ્રકાશિત કરનારા છે.
વાણુવ્યંતર જેમનો પર્વતેના અંતર એટલે મધ્યમાં, ગુફાઓના અંતરમાં, વનના અંતરમાં એમ વિવિધ પ્રકારના અંતરમાં વાસ (આશ્રય) છે તે વાનર કહેવાય છે. અથવા મનુષ્ય સાથેનું અંતર જેમનામાંથી નીકળી ગયું છે. તે વ્યંતરે, ચકવર્તી, વાસુદેવ વગેરે મનુષ્યની પણ કેટલાક દે નેકરની જેમ સેવા કરે છે. માટે કહેવાય છે કે મનુષ્ય વચ્ચેના અંતર વગરના છે.
વાનમંતર એ પાઠ લઈએ તે તેમાં પણ વનના અંતરાઓ તે વનાંતરે, તે વનાંતરોમાં ઉત્પન્ન થયેલા અથવા વસેલા તે વાનમંતર. અહીં તે વ્યુત્પત્તિ નિમિત્ત કે પ્રવૃત્તિ નિમિત્તમાં બધે જાતિભેદને જ અનુસરવાનું છે.
જ્યોતિષી જે જગતને પ્રકાશિત કરે છે, જતિષી, તે જ્યોતિષી વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે જ્યોતિષીદેવ કહેવાય છે.
વિમાનવાસી જે પુણ્યવાન છ વડે વિવિધ પ્રકારે ભગવાય તે વિમાન. તે વિમાનમાં વસનારા દે તે વિમાનવાસી એટલે વિમાનિક દે કહેવાય છે.
આ ભવનપતિ વગેરે દેનાં અનુક્રમે દશ, આઠ, પાંચ અને છત્રીસ ભેદ છે. (૧૧૨૮) હવે આ ચારે દેવોના કમસર ભેદ કહે છે, તેમાં પ્રથમ ભવનપતિના ભેદ કહે છે.