________________
૧૭૯. નારકોને અવધિજ્ઞાન
૨૩૩ આ વેશ્યાઓ બાહ્યવર્ણરૂપ છે તે વિષયમાં પ્રજ્ઞપ્તિ (ભગવતિ)માં કહ્યું છે કે, હે ભગવંત!નારકીઓ બધા સમાન વર્ણન છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી એટલે આ વાત સંભવતી નથી.
હે ભગવંત! કયા કારણથી એમ કહે છે, કે આ વાત સંભવતી નથી? હે ગૌતમ! નારકીઓ બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે પૂર્વોત્પન્ન અને પશ્ચાતત્પન્ન. તેમાં જે પૂર્વોત્પન્ન છે તેઓ અવિશુદ્ધત્તર વર્ણવાળા છે. અને જે પશ્ચાતત્પન્ન છે. તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. માટે હેગૌતમ! આ કારણથી એમ કહેવાય છે, કે બધાનારકીઓ સમાન વર્ણના નથી.
આ પ્રમાણે વર્ણનું સ્વરૂપ કહી, હવે વેશ્યાનું સ્વરૂપ કહે છે. હે ભગવંત! નારકીઓ બધા સમાન વેશ્યાવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે આ વાત સંભવતી નથી.
હે ભગવંત! ક્યા કારણથી એમ કહો છો કે આ વાત સંભવતી નથી. હે ગૌતમ! નારકીઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે પૂર્વોત્પન્ન અને પશ્ચાતત્પન્ન. તેમાં જે પૂર્વોત્પન્ન છે તેઓ વિશુદ્ધતર વેશ્યાવાળા છે. અને જે પશ્ચાત્પન્ન છે તેઓ અવિશુદ્ધતર લેશ્યાવાળા છે. માટે હે ગૌતમ! આ કારણથી એમ કહેવાય છે, કે નારકીઓ બધા સમાન લેશ્યાવાળા નથી. એમ વેશ્યાની હકીકત જુદી કહી છે. વર્ણોને જ વેશ્યારૂપે સ્વીકાર છે. અને વર્ગોનું પ્રતિપાદન આગળના સૂત્રવડે કર્યું છે. (૧૦૮૩)
૧૭૯. નારકેને અવધિજ્ઞાન चत्तारि गाउयाई १ अद्धट्ठाई २ तिगाउयं चेव ३ । अड्ढाइज्जा ४ दोन्नि य ५ दिवड्ढ ६ मेगं च ७ नरयोही ॥१०८४॥
૧. ચાર ગાઉ, ર. સાડા ત્રણ ગાઉ, ૩. ત્રણ ગાઉ, ૪, અઢી ગાઉ, ૫. બે ગાઉ, ૬. દોઢ ગાઉ, ૭, એક ગાઉ, આટલા ક્ષેત્ર પ્રમાણુ અવધિજ્ઞાન નારકીઓને સાતે નરકમાં ક્રમશઃ હોય છે.
અહીં રતનપ્રભાના નરકાવાસમાં ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણે ચાર ગાઉનું થાય છે. શકરપ્રભામાં સાડા ત્રણ (૩) ગાઉ, વાલુકાપ્રભામાં ત્રણ ગાઉ, પંકપ્રભામાં અઢી (રા) ગાઉ, ધૂમપ્રભામાં બે ગાઉ, તમઃ પ્રભામાં દોઢ (૧) ગાઉ અને સાતમી નરક તમતમ પ્રભામાં એક ગાઉ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ છે.
હવે સાતે પૃથ્વીઓમાં દરેકના ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના ક્ષેત્ર પ્રમાણમાંથી અડધો ગાઉ ઓછુ કરવાથી જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ થાય છે. તે આ પ્રમાણે–પહેલી નરકમાં સાડા ત્રણ ગાઉ છે, બીજી નરકમાં ત્રણ ગાઉ, ત્રીજી નરકમાં અઢી (રા) ગાઉ, ચેથી નરકમાં બે ગાઉ, પાંચમી નરકમાં દેઢ (૧ ) ગાઉ, છઠ્ઠી નરકમાં એક ગાઉ, સાતમી નરકમાં અડધે ગાઉ જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ છે. કહ્યું છે કે,
“વધુદુરાચાર્દ બન્નત્યં અદાણચંતાડું” જઘન્ય સાડા ત્રણ (૩) ગાઉથી અડધા ગાઉ સુધી. (૧૦૮૪) ૩૦