________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-ર
જે અનાદિકાળથી પ્રસિદ્ધ અને અનુરૂપ નહીં, તેવું, જે નામ, તે સર્વકાળે યથાકથ ચિત્ રૂપે એટલે ગમે તે રીતે અથની અપેક્ષા વગર પ્રવર્તતું હોવાથી નામ કહેવાય છે. જે અર્થયુક્ત હોય તે ગાત્ર જેમકે શે એટલે પેાતાનું કહેનાર વચન. ને ત્રાળાત્ એટલે પાલનાત્ એટલે યથા અથ પ્રાપ્ત કરાવવા વડે જે પાળનાર હાય તે ગાત્ર. ધમ્મા, વ‘શા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માધવતિ-એમ અનુક્રમે સાત નરક પૃથ્વીના નામે છે.
૨૨૨
પદના એક ભાગવડે આખુ' પદ જણાય. એ ન્યાયે ચળ પદ પરથી રત્નપ્રભા વિગેરે ગાત્રા છે, એમાં પ્રભા શબ્દ બહુલતાવાચક છે. તેથી કકેતન વિગેરે રત્નાની પ્રભા એટલે બહુલતા જેમાં છે, તે રત્નપ્રભા. એટલે રત્નની અધિકતાવાળી પૃથ્વી એ ભાવ છે. એ પ્રમાણે શર્કરા એટલે પથ્થરાના ક્રૂડારૂપ કાંકરાની બહુલતા જેમાં હેાય, તે શકરાપ્રભા.
વાલુકા એટલે કઠોર ધૂળના ઢગલારૂપ એટલે રેતીની બહુલતા જેમાં હેાય, તે વાલુકાપ્રભા. પ'કપ્રભા એટલે કાદવની જેવા આભા-તેજવાળા દ્રવ્યાની બહુલતા જેમાં હોય, તે પંકપ્રભા. ધૂમ એટલે ધૂમાડાની બહુલતાવાળા દ્રવ્યા જેમાં હોય, તે ધૂમપ્રભા, જેમાં તમઃ એટલે અધકારની બહુલતા હોય, તે તમઃપ્રભા.
મહાતમઃપ્રભા એટલે અતિ અંધકારની બહુલતા જેમાં હાય, તે મહાતમઃપ્રભા. બીજાઓ તમાતમ પ્રભા કહે છે.
અધિકતમ અ“ધકારની બહુલતા જેમાં હાય, તે તમઃતમઃ પ્રભા એમ માને છે.
(૧૦૭૧–૧૦૭૨)
૧૭૩. નારકાના આવાસ
तीसा य १ पनवीसा २ पन्नरस ३ दस ४ चेव तिन्नि ५ य हवंति । पंचूण सयसहस्सं ६ पंचेव ७ अणुत्तरा नरया ॥ १०७३ ||
સાતે નરકામાં ક્રમસર ત્રીસલાખ વિગેરે નરકાવાસેા આ પ્રમાણે હોય છે. ૧. પહેલી પૃથ્વીમાં ત્રીસલાખ, ૨. બીજી પૃથ્વીમાં પચીસલાખ, ૩. ત્રીજી પૃથ્વીમાં પંદરલાખ, ૪. ચેાથી પૃથ્વીમાં દસલાખ, ૫. પાંચમી પૃથ્વીમાં ત્રણુલાખ, ૬. છઠ્ઠી પૃથ્વીમાં પાંચ આછા એવા એકલાખ એટલે ૯૯.૯૯૫ અને સાતમી પૃથ્વીમાં અનુત્તર એટલે સહુથી નીચે રહેલા પાંચ નરકાવાસે છે. તે આ પ્રમાણે
પૂર્વ દિશામાં કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રારુક, ઉત્તર દિશામાં મહારાક અને વચ્ચે અપ્રતિષ્ઠાન નામના નરકાવાસ છે—એમ સાતે નરકના મળી કુલ્લે ચાર્યાસી (૮૪)લાખ નરકાવાસા છે. (૧૦૭૩)