________________
२०७
૧૬૨ પુદગલ પરાવર્તનનું સ્વરૂપ
જેમ ગાય શબ્દની વ્યુત્પત્તિ આગળ ગમન અર્થમાં કરી હતી. તે ગમન શબ્દ વડે વ્યુત્પત્તિ નિમિત્તક પોતાના એક જ પદાર્થમાં સમવાયી સંબંધથી રહેલા ખરી, ખૂધ, પૂછડું, સાસ્ના એટલે ગોદડી વિગેરે રૂપ પ્રવૃત્તિ નિમિત્તરૂપ પદાર્થ પ્રાપ્ત થાય છે. આથી ગમન રહિત હોવા છતાં ગોપિંડ એટલે ગાયના દેહમાં પ્રવૃત્તિના નિમિતને સદ્દભાવ એટલે વિદ્યમાનતા હોવાથી ગાય શબ્દ વપરાય છે.
આ પુદ્ગલેને વિવક્ષિત એક શરીર વડે ભોગવવા રૂપ અનુક્રમ વડે જ ગણે. આનું તાત્પર્ય એ છે કે, આ સૂક્ષમદ્રવ્ય પુદ્ગલ પરાવર્તમાં અમુક નકકી કરેલ શરીર સિવાય બીજા શરીર રૂપે જે પરમાણુ ભેગવી છોડડ્યા હોય તે ન ગણવા પરંતુ ઘણે વખત ગયા પછી જે પુદ્ગલો અમુક નક્કી કરેલ શરીરરૂપે પરિણમાવી ત્યજાય તે પરમાણુઓ જ ગણાય છે.
પહેલા પક્ષના અભિપ્રાયે તે દારિક વિગેરે સાતમાંથી કેઈપણ એક વર્ગણ વડે આગળ કહ્યા પ્રમાણે સર્વ પુદગલને સ્પર્શ કરતાં સૂક્ષ્મ પુદગલ પરાવર્ત થાય છે. (૧૦૪૩) ૩. બાદર ક્ષેત્ર પુદગલ પરાવત
लोगागासपएसा जया मरंतेण एत्थ जीवेणं । पुट्ठा कमुक्कमेणं खेत्तपरट्टो भवे थूलो ॥१०४४॥
આ જગતમાં જીવ વડે જ્યારે લોકાકાશના સર્વપ્રદેશને મરણદ્વારા ક્રમ કે ઉત્ક્રમથી પશે ત્યારે એક બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત થાય છે.
ચૌદ રાજલકના આકાશપ્રદેશે એટલે જેના બે ભાગ ન થઈ શકે એવા આકાશક્ષેત્રના ભાગો. તેને આ જગતમાં જીવ જ્યારે મરણ દ્વારા સ્પશે એટલે તે આકાશપ્રદેશ પર રહી મરે, તે આકાશપ્રદેશના અંતર વગર એટલે કમપૂર્વક અથવા ઉત્ક્રમથી કમ વગર ગમે ત્યાં રહેલા આકાશપ્રદેશને સ્પર્શી મરે, ત્યારે બારક્ષેત્ર પુદ્દગલ પરાવર્ત થાય છે, અર્થાત્ જેટલા વખતમાં એક જીવ કમસર કે ક્રમવગર જ્યાં ત્યાં મરવા વડે બધાય કાકાશના પ્રદેશને મરણરૂપે સ્પશે તેટલા કાળ વિશેષને બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કહેવાય. (૧૦૪૪) ૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવત :
जीवो जइया एगे खेत्तपएसंमि अहिगए मरइ । पुणरवि तस्साणंतरि बीयपएसमि जइ मरए ॥१०४५॥ . एवं तरतमजोगेण सबखेतमि जइ मओ होइ । सुहुमो खेत्तपरट्टो अणुक्कमेण नणु गणेज्जा ॥१०४६॥