________________
२००
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પમન બાદર અદ્ધાસાગરોપમ થાય છે. અને સૂક્ષમઅદ્ધાપલ્યોપમના સૂફમઅદ્ધાસાગરોપમ થાય છે. આને ભાવાર્થ ઉદ્ધારસાગરેપમના જેવો છે. (૧૦૨૯) હવે સૂક્ષ્મ અદ્ધાસાગરોપમનું પ્રયોજન કહે છે.
सुहुमेण उ अद्धासागरस्स माणेण सव्वजीवाणं । कम्मठिई कायठिई भवहिई होइ नायव्वा ॥१०३०॥
સૂક્ષ્મઅદ્ધાસાગરોપમના પ્રમાણથી સર્વજીવની કમરસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ મપાય છે.
સૂફમઅદ્ધાસાગરોપમના પ્રમાણુવડે નારક–તિર્યંચ વિગેરે સર્વ જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ માપી શકાય છે. એમ જાણવું.
જ્ઞાનાવરણીય વિગેરે કર્મોની ત્રીસ કોડાકડી સાગરોપમ આદિ કર્મોની જે સ્થિતિ તે કર્મસ્થિતિ. અહીં કાય એટલે પૃથ્વી વિગેરે છ કા અપેક્ષિત છે. તેથી એક કાયમાં ફરી-ફરીને ત્યાં જ ઉત્પન્ન થવા રૂપ, જે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ સ્થિતિ તે કાયસ્થિતિ.
નારક વિગેરે કે ઈક એક જીવને વિવક્ષિત જે જન્મ તે જન્મમાં જે સ્થિતિ એટલે આયુષ્યકર્મના અનુભવાત્મકરૂપ તેત્રીસ સાગરોપમ વિગેરે જે સ્થિતિ, તે ભવસ્થિતિ એટલે આયુષ્ય. આ કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ સૂક્ષમઅદ્ધાસાગરોપમવડે મપાય છે. (૧૦૩૦)
હવે બાદર-સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમનું સ્વરૂપ અને સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમનું પ્રયોજન કહે છે.
इह खेत्तपल्लगाणं कोडाकोडी हवेज दसगुणिया । तं सागरोवमस्स उ एकस्स भवे परीमाणं ॥१०३१॥ एएण खेत्तसागरउवमाणेणं हविज्ज नायव्वं । पुढविदगअगणिमारुयहरियतसाणं च परिमाणं ॥१०३२।।
બાદરક્ષેત્ર પલ્યોપમને દસ કલાકે ડીવડે ગુણતા સૂમક્ષેત્ર સાગરોપમનું પ્રમાણ થાય છે. આને ભાવાર્થ આગળ પ્રમાણે છે.
આ સૂક્ષમક્ષેત્ર સાગર પમવડે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયજીનું પ્રમાણ એટલે આ જીવોની કેટલી સંખ્યા છે તે જાણી શકાય. આ. વિષે ઘણું દષ્ટિવાદ એટલે ચૌદપૂર્વેમાં જણાવ્યું છે, બીજા સ્થળે એક જ વાર.
સૂક્ષ્મઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમનું પણ આ જ પ્રયજન છે–એમ જાણવું. (૧૦૩૧-૧૦૩૨)