________________
૧૫૮. પલ્યોપમાં पलिओवमं च तिविहं उद्धारऽद्धं च खेत्तपलियं च । एकेक पुण दुविहं बायर सुहुम च नायव्वं ॥१०१८॥
ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્રપલ્ય એમ ત્રણ પ્રકારે પલ્યોપમ છે. તે ત્રણેના બાદર અને સૂક્ષ્મ–એમ બે-બે ભેદે છે.
પલ્ય એટલે ગોળાકાર અનાજ ભરવાનું સાધન, જેને કઠી કહેવામાં આવે છે. આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવશે તે પલ્યની ઉપમાવાળે કાળ પ્રમાણ જેમાં છે, તે પલ્યોપમ. તે પપમ ત્રણ પ્રકારે છે. ૧. ઉદ્ધારપાપમ, ૨. અદ્ધાપપમ અને ૩. ક્ષેત્રપલ્યોપમ.
૧. આગળ કહેવાશે એવા સ્વરૂપવાળ વાળના અગ્ર ભાગ અને તેના ટુકડાઓનો ઉદ્ધાર એટલે કાઢવા વડે દ્વીપ સમુદ્રોને પણ દરેક સમયે ઉદ્ધાર એટલે અપહાર કર તે ઉદ્ધાર, તે ઉદ્ધારવિષયક અથવા ઉદ્ધારપ્રધાન જે પત્યે પમ તેને ઉદ્ધારભેપમ કહે છે.
૨. અદ્ધા એટલે કાળ. તે કાળ પ્રસંગે કહેવાશે એવા વાલાના અથવા તેના ટુકડાઓને દરેક સે સો વર્ષરૂપ કાળે કાઢવારૂપ ઉદ્ધારકાળ લેવાય છે. અથવા આ અદ્ધા પાપમવડે નારક વગેરેના આયુષ્યરૂપ કાળ માપી શકાય તે અદ્ધાકાળ. તે અદ્ધાપ્રધાન અથવા અદ્ધાવિષયક જે પલ્યોપમ તે અદ્ધાપલ્યોપમ કહેવાય.
૩.વિવક્ષિત આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રને જે ઉદ્ધાર પ્રધાન જે પલ્યોપમ તે ક્ષેત્રપાપમ છે.
આ દરેકના બાદર અને સૂક્ષમ એમ બે-બે ભેદે જાણવાથી તેમાં વાળાના સૂક્ષ્મ ટુકડા કર્યા વગર જેમ છે તે જ સ્કૂલરૂપે ગ્રહણ કરાતા હોવાથી બાદર અને તે જ વાળા અસંખ્યાત સૂમ ટુકડા કરવા વડે લેવાય તે સૂફમ. (૧૦૧૮) કેવા પ્રકારના પલ્લવડે પલ્યોપમની ઉપમા અપાય છે તે કહે છે,
ज जोयणविच्छिन्नं तं तिउणं परिरएण सविसेसं । तावइयं उविद्धं पल्लं पलिओवमं नाम ॥१०१९।।
જે એક યોજન વિસ્તારવાળે અને કંઈક અધિક ત્રણ ગુણ પરિધિવાળે અને એટલી જ એટલે એક યોજન ઊંડાઈવાળો જે ખાડે તે ૫ય કહેવાય છે.
૨૫