________________
૧૮૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૧. આવિચીમરણ -
अणुसमयनिरंतरमाविइसन्नियं तं भणति पंचविहं । दव्वे खेत्ते काले भवे य भावे य संसारे ॥१००८॥
દરેક સમયે સતત આયુષ્ય ઓછું થવારૂપ આવીચિ નામનું મરણ છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ-એમ પાંચ પ્રકારે સંસારમાં કહ્યું છે.
દરેક સમયે સમયે તે અમુક સમયને આશ્રયીને પણ હોઈ શકે છે. આથી બ્રાતિ ન થાય માટે કહે છે કે સમયના અંતર વગર સતત આવીચિ નામનું મરણ છે. જે મરણમાં દરેક સમયે ભગવતા આયુષ્યમાં બીજા બીજા આયુના દલિયાના ઉદયથી પૂર્વ પૂર્વના આયુષ્યદળિયાના ક્ષય થવા રૂપ જે અવસ્થા હોય તે આવીચિમરણ કહેવાય છે. આવીચિ એટલે ચારે તરફ તરંગોની જેમ આયુષ્યની હાનિ થવી તે આવીચિ. તે આવીચિની સંજ્ઞા જેને છે તે આવીચિસંજ્ઞિત. વીચિ એટલે વિચ્છેદ. તેને અભાવ તે આવી ચિ. બંને સ્થળે મરણ જ અર્થ ઈચ્છિત છે. આવા પ્રકારનું દરેક ક્ષણે આયુષ્યદ્રવ્યના ક્ષય થવારૂપ આવી ચિમરણ આ જગતમાં પાંચ પ્રકારે તીર્થકર ગણધર વગેરેએ કહ્યું છે. તે પાંચ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવરૂપે છે. એટલે દ્રવ્ય આવીચિમરણ, ક્ષેત્ર આવી ચિમરણ, કાળઆવી ચિમરણ, ભવઆવી ચિમરણ અને ભાવ આવી ચિમરણ. દ્રવ્યઆવી ચિમરણ એટલે જે નરક, તિર્યચ, મનુષ્ય અને દેવોની ઉત્પત્તિથી લઈ પિત પોતાના આયુકર્મના દલિકે દરેક સમયે ભેગવી ભાગવીને નાશ કરવો, તે દ્રવ્યવચિમરણ, તે નારક વગેરે ભેદે ચાર પ્રકારે છે. એ પ્રમાણે નરક વગેરે ચારગતિની અપેક્ષાએ તવિષયકક્ષેત્ર પણ ચાર પ્રકારે છે. તેની પ્રધાનતાના કારણે ક્ષેત્રાવીચિમરણ પણ ચાર પ્રકારે છે.
કાલઆવી ચિમરણમાં આયુષ્યકાળ લેવો પણ અદ્ધાકાળ ન લેવો, કારણ કે તે દેવગતિ વગેરેમાં હોતો નથી, તે કાળ દેવાયુકાળ વગેરે ભેદે ચાર પ્રકારે છે. આથી તે કાળની પ્રધાનતાના કારણે કાળાવી ચિમરણ પણ ચાર પ્રકારે છે. નારક વગેરે ચારભવની અપેક્ષાએ ભવાનીચિમરણ પણ ચાર પ્રકારે છે. તે જ નારક વગેરેના ચાર પ્રકારના આયુક્ષયરૂપ, ભાવની પ્રધાનતાની અપેક્ષાએ ભાવાવચિમરણ પણ ચાર પ્રકારે છે. (૧૦૦૮) હવે અવધિમરણ અને આત્યંતિકરણ :
एमेव ओहिमरण जाणि मओ ताणि चेव मरइ पुणो। एमेव होआइअतियमरणं नवि मरइ ताणि पुणो ॥१००९।।
જે અવસ્થામાં મર્યો છે તે જ અવસ્થા પામીને ફરી મરે તે અવધિમરણ. આત્યંતિક મરણ એટલે જે મર્યો છે તે ફરી ન મરે.