________________
૧૫૬. વીસ ધાન્ય
धन्नाइ चउवीस जव १ गोहुम २ सालि ३ वीहि ४ सट्ठी ५ य ।
कोदव ३ अणुया ७ कंगू ८ रालय ९ तिल १० मुग्ग ११ मासा १२ य ॥१००४॥ अयसि १३ हरिमंथ १४ तिउडग १५ निष्फाव १६ सिलिंद १७ रायमासा १८ य । इक्खू १९ मसर २० तुवरी २१ कुलत्थ २२ तह धन्नय २३ कलाया २१ ॥१००५॥
વીસ પ્રકારના અનાજ આ પ્રમાણે છે. જેમકે ૧. જવ, ૨. ઘઉં, ૩. શાલિ એટલે ડાંગર, ૪. વહી એટલે સામાન્ય ચેખા, પ. ષષ્ઠિકા એક શાલિને પ્રકાર છે. જે ૬૦ (સાઠ) રાત્રીએ પાકે છે. ૬. કેદરા, ૭. અણુકા, ૮. કંગુ, ૯. રાલક, ૧૦. તલ, ૧૧. મગ, ૧૨. અડદ, ૧૩. અળસી, ૧૪. હરિમંથ એટલે કાળા ચણા, ૧૫. ત્રિપુટક એટલે માલવા દેશમાં પ્રસિદ્ધ અનાજ, ૧૬. વાલ, ૧૭. શાલિન્દા એટલે મઠ, ૧૮. રાજમાષ એટલે ચાળા, ૧૯. ઈક્ષુ એટલે બંટી ધાન્યવિશેષ, ૨૦. મસૂર, ૨૧. તુવરી એટલે તુવેર, ૨૨. કુલત્થ, ૨૩. ધાન્યક એટલે ધાણું (કુસુંભરી), ૨૪. કલાયા એટલે ગળ ચણું વટાણા-આ બધા માટે ભાગે લોક પ્રસિદ્ધ છે અને આગળ કહ્યા છે. અણુકા એટલે યુગધરી. મેટી નસવાળા કંગુ કહેવાય. અને અ૫ નસવાળા રાલક કહેવાય.
૧૫૭. સત્તર પ્રકારના મરણ
आवीइ १ ओहि २ अंतिय ३ बलायमरणं ४ वसट्टमरणं च ५। अंतोसल्लं ६ तब्भव ७ बालं ८ तह पंडियं ९ मीसं १० ॥१००६॥ छउमत्थमरण ११ केवलि २२ वेहायस १३ गिद्धपिट्टमरणं १४ च । मरणं भत्तपरिन्ना १५ इंगिणि १६ पाओवगमणं च १७ ॥१००७॥
૧. આવી ચિમરણ, ૨. અવધિમરણ, ૩. આત્યનિકમરણ, ૪. વલનમરણ, પ. વશામરણ, ૬. અંતશલ્યમરણ, ૭. તદ્દભવમરણ, ૮. બાલમરણ, ૯. પંડિતમરણ, -૧૦. મિશ્રમરણ, ૧૧. છઘસ્થમરણ, ૧૨. મેવલિમરણ, ૧૩. વૈહાયસમરણ, ૧૪. ગૃધપૃષ્ઠમરણ, ૧૫. ભક્ત પરિઝામરણ, ૧૬. ઇગિનીમરણ, ૧૭. પાદપપગમનમરણ. (૧૦૦૬-૧૦૦૭)
આ મરણનું વિવરણ કરવા ઈચ્છતાં ગ્રંથકાર પ્રથમ આવિચીમરણ કહે છે.