________________
૧૫ર. ત્રિકાલ દ્રવ્યષક
- ૧૬૯ પ્રશ્ન :- જે આ પ્રમાણે હોય તે મુહૂર્ત, આવલિકા દિવસ વગેરે વગેરેની પ્રરૂપણને અભાવ થવાને પ્રસંગ આવશે. કારણકે આવલિકા વગેરે પણ અસંખ્યાત સમયરૂપ હોવાથી પ્રદેશ બહુત્વની પ્રાપ્તિ થાય.
ઉત્તર – સાચી વાત છે. ફક્ત સ્થિર સ્થલ ત્રણકાળમાં રહેલ વસ્તુના સ્વીકાર કરનાર વ્યવહારનયના મતાનુસારે આવલિકા વગેરે કાળની પ્રરૂપણ કરવામાં આવી છે. નિશ્ચયનયના મતાનુસારે તો તેને અભાવ જ છે. માટે કાળમાં અસ્તિકાયતા નથી. ૯૭૬) પાંચ વતે -
पाणिवह १ मुसावाए २ अदत्त ३ मेहुण ४ परिग्गहेहि ५ इहं । पंच वयाई भणियाई पंच समिईओ साहेमि ॥९७७॥
શાસ્ત્રવિહિત જે નિયમ તે વ્રત કહેવાય. તે વ્રત શબ્દને દરેક સાથે જોડતા પ્રાણિવધવિરમણવ્રત, મૃષાવાદવિરમણવ્રત, અદત્તાદાનવિરમણવ્રત, મિથુનવિરમણવ્રત, પરિગ્રહવિરમણવ્રત-એમ પાંચવતે, જિન સિદ્ધાંતમાં કહ્યા છે. (૯૭૭) પાંચ સમિતિ-પાંચ ગતિ :
इरिया १ भासा २ एसण ३ गहण ४ परिट्ठवण ५ नामिया ताओ । पंच गईओ नारय १ तिरि २ नर ३ सुर ४. सिद्ध ५ नामाओ ॥९७८॥
ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, ગ્રહણમિતિ, પરિસ્થા૫નાસમિતિ–એ પાંચસમિતિઓ છે. પાંચગતિઓ છે. તેના આ પ્રમાણેના નામ છે. ૧. નારક, ૨, તિર્યંચ, ૩. મનુષ્ય, ૪. દેવ અને ૫ સિદ્ધગતિ,
ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, ગ્રહણ એટલે આદાન નિક્ષેપસમિતિ, પરિઝાપનિકાસમિતિ–એમ આ પાંચ સમિતિ છે. (ત્રત અને સમિતિનું સ્વરૂપ ૬૬ અને ૬૭ માં દ્વારમાં વિસ્તારથી જણાવ્યું છે.)
નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધગતિ નામની પાંચ ગતિઓ છે.
ગતિ એટલે પોતાના કર્મરૂપી દેરડાવડે ખેંચાઈને જીવવડે જે પ્રાપ્ત કરાય તે ગતિ. Tખ્ય પ્રાથને ફરિ mતિઃ નારકોની જે ગતિ તે નરગતિ. એકેન્દ્રિય વિગેરે તિર્યની જે ગતિ તે તિર્યંચગતિ. મનુષ્યની જે ગતિ તે મનુષ્યગતિ. દેવોની જે ગતિ તે દેવગતિ. સિદ્ધગતિ તે કર્મ જન્ય ન હોવાથી શાસ્ત્રમાં કહેલી નથી. પરંતુ ફક્ત જીતે રૂતિ નતિઃ એ વ્યુત્પતિની સામ્યતાના કારણે અહીં આગળ કહેવામાં આવી છે. (૯૭૮) ૨૨