________________
- ૧૪૫
૧૪૯ સમ્યકત્વના પ્રકાર
સમ્યક્ત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયકર્મના ક્ષયથી જે સમતિ ઉત્પન્ન થાય, તેને ક્ષાયિસમકિત તીર્થકર, ગણધરો કહે છે. ત્રણ પ્રકારના દર્શન મેહનીયને મૂળથી નાશ થવાથી એટલે ક્ષય થવાથી થયેલ જે સમકિત, તે ક્ષાયિકસમકિત કહેવાય. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
ચાર અનંતાનુબંધિ કષાયના ક્ષય થયા પછી મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને સમતિમોહનીયરૂપ ત્રણે દર્શન મોહનીયકર્મ પુંજ એટલે ઢગલીઓનો સર્વથા ક્ષય થવાથી ક્ષાયિક સમકિત થાય છે. તથા ઉદયમાં આવેલ મિથ્યાત્વમેહનીયકર્મના ક્ષયથી અને ઉદયમાં ન આવેલ કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રાપ્તિરૂપ અને અટકાવી દીધેલ મિથ્યાત્વના ઉદય સ્વરૂપને ક્ષાપશમિક સમ્યક્ત્વ કહે છે.
ઉદયમાં આવેલ જે મિથ્યાત્વમેહનીય છે, તેને વિપાકેદયરૂપે ભોગવીને નિર્જ રે એટલે ક્ષય કરે. અને જે બાકી સત્તામાં રહેલ છે. પણ ઉદયમાં આવ્યું નથી તેને ઉપશમાવે છે ઉપશાંત એટલે જેના ઉદયને અટકાવ્યો છે, અને મિથ્યાત્વસ્વભાવને દૂર કર્યો છે તે મિથ્યાત્વ અને મિશ્રમેહના પુંજના ઉદયને અટકાવી દીધેલ છે અને શુદ્ધ પૂંજાશ્રયી મિથ્યાત્વસ્વભાવને દૂર કર્યો છે. એ પ્રમાણે અર્થ થ.
આ પ્રમાણે ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલાને ઉપશમ કરવાથી થયેલ તથા જેનો રસ તૂટી ગયો છે એવા શુદ્ધ પુંજરૂપ મિથ્યાત્વ પણ ક્ષાપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. અતિ સ્વચ્છ વસ્ત્ર જેમ આંખને આવરણ કરનારૂં થતું નથી, તેમ શુદ્ધ થયેલ મિથ્યાત્વમેહનીયના પુદ્ગલ યથાવસ્થિત તત્તવરુચિરૂપ અધ્યવસાય સ્વરૂપ સભ્યત્વને આવરણ કરનારા થતા નથી. આથી તે મિથ્યાત્વ પુદ્દગલે પણ ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. (૯૪૪)
मिच्छत्तस्स उवसमा उवसमयं तं भणंति समयन्न । तं उवसमसेढीए आइमसम्मत्तलाभे वा ॥९४५॥
સિદ્ધાંતને જાણનાર મિથ્યાત્વમેહનીયના ઉપશમને ઓપશમિક સમકિત કહે છે. તે ઉપશમ શ્રેણમાં અને પ્રથમ સમકિત પામતી વખતે હેય છે.
મિથ્યાત્વમેહનીય કર્મને પ્રદેશદય અને વિપાકેદય એ બંને પ્રકારના ઉદયને રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ રોક તે ઉપશમ કહેવાય. તેને જ સિદ્ધાંતને જાણનારાઓ
પશમિકસમ્યકત્વ કહે છે. તે સમક્તિ ઉપશમશ્રેણીમાં જેઓએ ઉપશમશ્રેણી માંડી હોય, તેવા અને અનંતાનુબંધી ચાર તથા દર્શનત્રિકને ઉપશમ કરવાથી હોય છે.