________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
પ્રશ્ન :- સમ્યક્ત્વના દ્વિવિધ વિગેરે ભેદો શી રીતે કહ્યા છે ? ઉત્તર ઃઅવિપરીતપણે આગમમાં કહેલ તે પ્રકારે સમ્યક્ત્વના ભેદ કહ્યા છે, પણ પેાતાની બુદ્ધિની કલ્પનાથી નથી કહ્યા. (૯૪૨) હવે આ જ ગાથાને સ્પષ્ટ કરે છે.
૧૪૪
गवि सम्मरुई १ निसग्गऽभिगमेहि २ तं भवे दुहिं | तिविहं तं खइयाई ३ अहवावि हुं कारगाईहिं ॥ ९४३ ॥
(૧) સભ્યચિ રૂપ એક પ્રકારે (ર)નિસર્ગ અને અધિગમ એમ એ પ્રકારે. (૩) જ્ઞાયિક વિગેરે ભેદે અથવા કારક વિગેરે ભેદે ત્રણ પ્રકારે સમકિત કહેલ છે.
એક પ્રકારે :– ઉપાધિ ભેદની વિવક્ષા વગરનું જે સમક્તિ, તે એક પ્રકારે સમકિત છે. તે સમ્યગ્રુચિ રૂપે છે.
સમ્યગ્ એટલે અજ્ઞાન, સંશય, વિપર્યાસના ત્યાગપૂર્વક આ જ તત્ત્વ છે.” એવા નિશ્ચયપૂર્વક જિનેશ્વર ભગવંતે કહેલા જીવાદિ પદાર્થી પર અભીપ્રીતિ એટલે જે રાગ, તે સમ્યગ્રુચિ કહેવાય. તાપ એ છે કે જિનેશ્વરે કહ્યા પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધારૂપ
સમ્યક્ત્વ એક પ્રકારે છે.
બે પ્રકારે :- નિસર્ગ અને અધિગમ વડે સમ્યક્ત્વ એ પ્રકારે છે. તેમાં નિસર્ગ એટલે ગુરુઉપદેશ વિગેરે કારણેાથી નિરપેક્ષપણે જે સ્વાભાવિક સમ્યક્ત્વ પેદા થાય છે, તે નિસ સમક્તિ. જેમ ના૨ક વિગેરેને થાય છે.
અધિગમ એટલે ગુરુના ઉપદેશ વિગેરે કારણેાના લીધે જે સભ્ય થાય, તે અધિગમ સમકિત, તીથંકર વિગેરેના ઉપદેશ વગર પેાતાની મેળે જ જીવને કર્માના ઉપશમ વિગેરે થવાથી જે સમકિત ઉત્પન્ન થાય, તે નિસર્ગ સમકિત છે. તીર્થંકર વિગેરેના ઉપદેશ, જિનપ્રતિમાના દર્શન વિગેરે ખાદ્યનિમિત્તના આલેખનથી કર્મના ઉપશમ વિગેરે થવાથી જે સમકિત ઉત્પન્ન થાય, તે અધિગમ સમક્તિ કહેવાય છે.
ત્રણ પ્રકારે :
ક્ષાયિક વિગેરે ભેદે અથવા કારક વિગેરે ભેદથી સમ્યક્ત્વ છે. (૯૪૩)
હવે ક્ષાયિક ક્ષાયેાપશમીકની વ્યાખ્યા કરે છે –
सम्मत्तमीस मिच्छत्तकम्मक्खयओ भणति तं खइयं ।
मिच्छत्तखओवसमा खाओवसमं ववइति ॥ ९४४ ॥
ગાથા :- સમ્યક્ત્વમાહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વમાહનીય કર્માંના ક્ષયથી જે થાય, તે ક્ષાયિકસમકિત કહેવાય છે. અને મિથ્યાત્વમાહનીયના ક્ષયે પશમથી જે થાય તે ક્ષયાપશમ સમકિત કહેવાય છે.