________________
૧૪૬. દશ સંજ્ઞા
૧૨૭ (૩) પરિગ્રહસંજ્ઞા -ભના ઉદયથી, સંસારના મુખ્ય કારણરૂપ આસક્તિના કારણે સચિત્ત કે અચિત્ત દ્રવ્યનું ગ્રહણ કરવું તે પરિગ્રહસંજ્ઞા છે. આ પણ ચાર કારણેથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે
(૧) “અવિમુક્ત પણાથી, (૨) લોભવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપગથી
(૧) અવિમુક્ત એટલે સપરિગ્રહપણાથી. (૨) લેભવેદનીય એટલે લેભમેહનીય કર્મના ઉદયથી. (૩) સચેતન વગેરે દ્રવ્યના પરિગ્રહના દશનથી ઉત્પન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપગ એટલે પરિગ્રહની વિચારણાથી.
(૪) મિથુન :- પુરુષદના ઉદયથી મૈથુન માટે સ્ત્રીને જેવું, પ્રસન્ન થવું. તંભિત થવું. જાંઘ વગેરે કંપવી વગેરે લક્ષણરૂપ જે ક્રિયા તે મૈથુનસંજ્ઞા. આ મૈથુન સંજ્ઞા પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે :
(૧) લોહીમાંસના ભરાવાથી, (૨) મોહનીયકર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થોપગથી”.
(૧) માંસ-લેહીને જેને વધુ ભરાવું હોય તેથી. (૨) (વે) મેહનીયકર્મના ઉદયથી. (૩) સુરત એટલે સંભેગની વાતે-કથા સાંભળવા વગેરેથી ઉત્પન થયેલ બુદ્ધિથી. (૪) તદર્થોપગ મૈથુનની વિચારણા કરવાથી.
આ ચારે સંજ્ઞાઓ એકેન્દ્રિય વગેરેથી લઈ પંચેન્દ્રિય સુધીના સર્વ અને જ્યાં સુધી સંસારમાં રહેવાનું હોય, ત્યાં સુધી હોય છે. તથા કેટલાક એકેન્દ્રિય વગેરેને આ સંજ્ઞાઓ સ્પષ્ટરૂપે જણાય છે.
જેમકે પાણી વગેરે આહાર વડે જીવવાથી વનસ્પતિ વગેરેને આહાર સંજ્ઞા. સંકેચની વેલડી વગેરેને હાથ વગેરેના સ્પર્શના ભયથી અવયવ સંકેચન વગેરે વડે ભયસંગ્રા. બિલવ (બિલી) પલાશ વગેરેને નિધાને એટલે દાટેલા પૈસા વગેરે ઉપર મૂળિયા વગેરે ફેલાવવા દ્વારા પરિગ્રહસંજ્ઞા. કુરૂબક, અશોક, તિલક વગેરે ઝાડે ને સુંદર સ્ત્રીના આલિંગન, પગની લાત, આંખના કટાક્ષ વગેરે વડે તે ઝાડના પલ્લવ, ફૂલ વગેરેની ઉત્પત્તિથી મિથુનસંજ્ઞા જણાય છે. (૯૨૩)
૧૪૬ દશ સ જ્ઞા आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ तह कोह ५ माण ६ माया ७ य । लोभो ८ ह ९ लोग १० सन्ना दसभेया सव्वजीवाणं ॥ ९२४ ॥
આહાર, ભય, પરિગ્રહ, મિથુન તથા ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લેક, આ દસ સંજ્ઞાઓ સર્વ ને જાણવી.