________________
૧૨૬.
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
સમસ્ત સૂત્રમાં જે સંસી કે અસંસીને જ વ્યવહાર છે તે પ્રાયઃ કરી દીર્ઘકાલેપદેશસંજ્ઞા વડે કરાય છે તેથી તેને પ્રથમ કરાઈ (કહી) છે.
(૧) ત્યારબાદ અપ્રધાન એટલે ગૌણ હોવાથી હેતુવાદોપદેશસંજ્ઞા વડે સંજ્ઞીએ લીધા છે. ત્યારપછી સર્વમાં પ્રધાન હોવાથી છેલ્લે દૃષ્ટિવાદેપદેશસંજ્ઞા વડે સંસી લીધા છે. (૨૨)
૧૪પ ચાર સંજ્ઞા आहार १ भय २ परिग्गह ३ मेहुण ४ रूवाओ हुति चत्तारि । सत्ताणं सन्नाओ आसंसारं समग्गाणं ॥ ९२३ ॥
સંસારમાં રહેલા સમગ્ર જીવને ભવવા પર્યત (૧) આહાર, (૨) ભય, (૩) પરિગ્રહ, (૪) મૈથુનરૂપ ચાર સંજ્ઞાઓ હોય છે.
સંજ્ઞાન સંજ્ઞા એટલે આગ (ઉપગ વિચાર). તે સંજ્ઞા બે પ્રકારે છે. (૧) ક્ષાપશમિકી અને (૨) ઔદયિકી. તેમાં પહેલી સંજ્ઞા જ્ઞાનાવરણીયના ક્ષપશમથી ઉત્પન થયેલ બુદ્ધિના ભેદરૂપે છે. તે આગળની ગાથામાં કહી ગયા છીએ. બીજી ઔદયિકીસંજ્ઞા સામાન્યથી આહાર વગેરે રૂપે ચાર પ્રકારે છે.
(૧) આહાર સંજ્ઞા :-સુધાવેદનીયના ઉદયથી કવલ (કેળીયા) વગેરે આહારાદિ માટે તેવા પ્રકારના પુદ્ગલેને ગ્રહણ કરવાની જે ઈચ્છા, તે આહાર સંજ્ઞા. તે આહારસંજ્ઞા આભેગાત્મિક (ઉપગાત્મક) છે. તે ચાર કારણેથી ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે. “ચાર સ્થાને (કારણે)થી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે.
(૧) ખાલી પેટ હોવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) આહારના ઉપયોગથી.”
તેમાં (૧) અવમકેષ્ટપણાથી એટલે ખાલી પેટ થવાથી, (૨) સુધાવેદનીય કર્મના ઉદયથી, (૩) આહારની વાત (કથા)ને શ્રવણ વગેરે દ્વારા ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપેગેન એટલે સતત આહારની ચિન્તા એટલે વિચારણાથી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે.
ભયસંજ્ઞા :- ભય મોહનીયના ઉદયથી ભયથી વિહળ થયેલાની આંખ અને મેઢાનું વિકૃત થવું, તથા રોમરાજી ખડી થઈ જવી વગેરે જે કિયા તે ભયસંજ્ઞા. આ ભયસંજ્ઞા પણ ચાર કારણે ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે (૧) હીન સર્વીપણુથી, (૨) ભયવેદનીય કર્મના ઉદયથી, (૩) ભયની બુદ્ધિથી, (૪) તદર્થોપગથી.”
(૧) હિનસત્ત્વ એટલે સત્વ રહિતપણાથી, (૨) ભયવેદનીય કર્મના ઉદયથી, (૩) ભયની વાત, શ્રવણ, ભયંકર દશ્યના દર્શન વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી, (૪) તદર્થોપગ એટલે આ લોક વગેરે સાત ભયના લક્ષણોને વિચારવાથી.