________________
પ્રવચન સાદ્વા૨ ભાગ-૨
૧૨૪ . શરીરના પાલન માટે પ્રવૃત્તિ કરે કે અટકે તે પણ પ્રાયઃ કરીને વર્તમાનકાળને અનુલક્ષીને જ પરંતુ દીર્ઘકાળીને અનુલક્ષીને નહીં, તે હેતુવાદોપદેશિકી સંજ્ઞી છે અને અસંસી ઓ ચેષ્ટા વગરના છે.
જેઓ છા, તડકે અને આહાર વગેરે રૂપ ઈષ્ટ-અનિષ્ટ વિષયક વસ્તુઓને વિચારી પોતાના શરીરના પાલન-પોષણ માટે ઈષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ વસ્તુઓથી દૂર ખસે, તે પણ પ્રાય: કરી વર્તમાનકાળ વિષયક જ પરંતુ ભૂતકાળ કે ભવિષ્યકાળરૂપ દીર્ઘકાળને અનુલક્ષીને નહીં.
અહીં પ્રાયઃ કહેવાથી કેઈક વખત તેઓ ભૂતકાળ કે ભવિષ્યકાળને અનુલક્ષી પણ પ્રવૃત્તિ કરે છે. છતાં પણ તે અતિ દીર્ઘકાળની ન હોવાથી તે બેઈદ્રિય વગેરેને હેતુવાદોપદેશિકી જ સંજ્ઞા છે. તેથી તેઓ તે સંજ્ઞાનુસારે સંજ્ઞી છે.
જેઓ તડકા વગેરેથી તપવા છતાં પણ તે દૂર કરવા માટેની પ્રવૃત્તિ કે નિવૃત્તિથી રહિત એવા પૃથ્વીકાય વગેરે જીવો અસંસી જ હોય છે.
જેઓ બુદ્ધિપૂર્વક એટલે વિચારણાપૂર્વક પોતાના શરીરના પાલન પોષણ માટે ઈચ્છિત આહાર વગેરે પદાર્થોમાં પ્રવૃત્તિ કરે અને ન ગમતા પદાર્થોથી અટકે, તે હેતુવાદ્યપદેશસંજ્ઞી છે. તે સંશરૂપે બેઈદ્રિય વગેરેને પણ જાણવા. તે આ પ્રમાણે ઈચ્છિત કે અનિચ્છિત વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિની વિચારણા મનની પ્રવૃત્તિ વગર સંભવી ન શકે અને મન વડે વિચારવું તે સંજ્ઞા. તે સંજ્ઞા બેઇદ્રિય વગેરેને પણ હોય છે. તેઓને પણ અમુક નિયત ઈષ્ટ-અનિષ્ટ વિષયેમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાય છે. તેથી બેઇદ્રિય વગેરે પણ હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે સંશી જણાય છે. પરંતુ એમની વિચારણું પ્રાયઃ કરી વર્તમાનકાળ વિષયક છે, ભૂત કે ભવિષ્યકાળ વિષયક નથી માટે તેઓ દીર્ઘકાલિકીસંજ્ઞા વડે સંજ્ઞી નથી.
જેમની અમુક ધારણપૂર્વકની પ્રવૃત્તિ કે નિવૃત્તિની શક્તિ નથી, તે પ્રાણીઓ હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે અસંજ્ઞી કહેવાય છે. તે પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયે જાણવા. કેમ કે તેઓની ઘારણપૂર્વકની ઈષ્ટ-અનિષ્ટ વિષયમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ દેખાતી નથી.
જે આહાર વગેરે દશ સંજ્ઞાઓ પૃથ્વીકાય વગેરેમાં આ ગ્રંથમાં તેમજ પ્રજ્ઞાપનામાં કહી છે, તે સંજ્ઞાઓ પણ અત્યંત અવ્યક્તરૂપે તથા મેહદયથી પેદા થયેલ હોવાથી અશોભનીય હોવાના કારણે તે સંજ્ઞાઓની અપેક્ષાએ પણ તેઓને સંજ્ઞીપણાને વ્યવહાર થતો નથી.
, , , , લોકવ્યવહારમાં પણ પૈસે પઈ માત્ર હેવાથી ધનવાન કહેવાતું નથી અને સામાન્ય રૂપ હોવા માત્રથી રૂપવાન કહેવાતું નથી.
બીજે સ્થળે પણ હેતુવાદોપદેશસંસીને આશ્રયિને કહ્યું છે કે “હાલતા-ચાલતા