________________
૧૨૩
૧૪૪. ત્રણ સંજ્ઞા
હવે દીર્ઘકાલે પદેશિકીસંજ્ઞાનું વિશેષ સ્વરૂપ જણાવવા માટે સંશી જણાવે છે. (૯૧૮) एयं करेमि एयं कयं मए इममहं करिस्सामि । सो दिहकालसभी जो इय तिकालसन्नधरो ॥ ९१९ ॥
“આ હું કરું, “આમ કર્યું, “આ હું કરીશ? આ પ્રમાણે જે ત્રણે કાળની સંજ્ઞા એટલે જ્ઞાન ધરનાર જે હોય, તે દીર્ઘકાલિકસંગી છે.
આ હું કરું છું”, “આ મેં કર્યું', “આ હું કરીશ” આ પ્રમાણે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનરૂપ ત્રણે કાળ સંબંધિત પદાર્થવિષયક જે સંજ્ઞા એટલે મને વિજ્ઞાન. તેને જે ધારણ કરે તે દીર્ઘકાલિકસંજ્ઞી છે. દીર્ઘકાળવિષયકસંજ્ઞા જેને હેય તે દીર્ઘકાલિકસંજ્ઞી છે. મન:પર્યાપ્તિવાળા તે સંજ્ઞીઓ ગર્ભજ તિર્યચ, મનુષ્ય તથા દેવ, નારક જાણવા. કેમ કે તેઓને જ ત્રિકાળ વિષયક વિચારણું વગેરે સંભવી શકે છે.
પ્રાયઃ કરી આ સંજ્ઞી બધા અર્થ (પદાર્થ)ને સ્પષ્ટરૂપે પ્રાપ્ત કરી શકે એટલે જાણું શકે. જેમ કે આંખવાળે દિવા વગેરેના પ્રકાશથી સ્પષ્ટપણે પદાર્થને જુએ છે. તેમ મને લબ્ધિસંપન આ સંજ્ઞી પણ મન દ્રવ્યના આલંબનથી પ્રગટેલ વિચારના આધારે પૂર્વાપરના અનુસંધાનના કારણે યથાવસ્થિત સ્પષ્ટ પદાર્થને જાણી શકે છે. આથી જેને તેવા પ્રકારને ત્રિકાળ વિષયક વિચારવિમર્શ નથી, તે અસંસી છે–એમ ઉપલક્ષણથી જણાય છે.
તે અસંશીઓ સંમૂચ્છિમ પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય વગેરે જાણવા. કેમ કે તેઓ અત્યંત અલ્પ, અત્યંત અલ્પતર, મને લબ્ધિ યુક્ત હોવાથી અસ્પષ્ટ-અસ્પષ્ટતર પદાર્થને જાણે છે. તે આ પ્રમાણે. સંજ્ઞી પંચેન્દ્રિયની અપેક્ષાએ સંમૂછિમ પંચેન્દ્રિય અસ્પષ્ટ પદાર્થ જાણે છે. તેનાથી અસ્પષ્ટ ચૌરેન્દ્રિય જાણે. તેનાથી અસ્પષ્ટતર તેઈન્દ્રિય જાણે. તેનાથી અસ્પષ્ટતમ બેઈનિદ્રય અને અત્યંત અસ્પષ્ટતમ એકેન્દ્રિય જાણે. કેમ કે તેને પ્રાયઃ કરી મને દ્રવ્યને અસંભવ છે. ફક્ત અવ્યક્તરૂપે કંઈક અતીવ અલ્પતર મને દ્રવ્ય હોય છે. જેથી આહાર વગેરે સંજ્ઞાઓ અવ્યક્તરૂપે પ્રગટ થાય છે. (૧૯)
હવે હેતુવાદોપદેશિકી સંજ્ઞા વડે સંસી, અસંસી કહે છે. जे उण संचिंतेउ इट्ठाणिढेसु विसयवत्थुसु । वतंति नियत्तति य सदेहपरिपालणाहेउं ।। ९२० ॥ पाएण संपइच्चिय कालंमि न यावि दीहकालंमि । ते हेउवायसन्नी निच्चेट्ठा हुंति हु असन्नी ॥ ९२१ ॥ જે ઈષ્ટ કે અનિષ્ટ વિષય કે પદાર્થોને વિચારી તેમાંથી પિતાના