________________
૧૧૯
૧૪૩. લેકસ્વરૂપ સાતરાજની ઊંચાઈ થાય છે. અને જાડાઈ બ્રહ્મલકના મધ્યભાગે પાંચરાજ પ્રમાણ છે. અને બીજે સ્થાને અનિયત જાડાઈ છે.
તે પછી અધેલોકમાં ત્રણનાડીની જમણી બાજુએ અધલકના ખંડ જે નીચેની તરફ કંઈક ન્યૂન ત્રણરાજના વિસ્તારવાળો અને પછી કમસર ઉપરથી રજજુના જે અસંખ્ય ભાગને વિષ્ઠભ આવે ત્યાં સુધી ઘટતા વિસ્તારવાળે અને સાધિક સાતરાજની ઊંચાઈવાળા ખંડને કલ્પનાથી લઈ ત્રસનાડીના જ ઉત્તર ડાબે પડખે ઉપર નીચેના ભાગને ઊલટેકરી કે, આ પ્રમાણે કરવાથી નીચેનો લેકાઈભાગ જે દેશને ચારરાજ વિસ્તારવાળો અને સાધિક સાતરાજ ઊંચાઈવાળો અને જાડાઈથી પણ નીચેના ભાગે ક્યારેક કંઈક ન્યૂન સાતરાજ પ્રમાણને અને બીજા સ્થાને અનિયત પ્રમાણને થાય છે.
તે પછી ઉપરના અડધા ભાગને કલ્પનાથી લઈ નીચેના અડધા ભાગના બીજા પડખે જોડી દે. આ પ્રમાણે કરવાથી ક્યારેક સાધિક સાતરાજ ઊંચે, ક્યારેક દેશન સાતરાજ ઊંચે અને વિસ્તારથી દેશના સાતરાજ પ્રમાણને ઘન થાય છે.
તેમાં જે સાતરાજના ઉપર જે અધિક છે તે લઈને ઉપર નીચેના વિસ્તારમાં જોડતા વિસ્તારથી પણ સાતરાજ સંપૂર્ણ થાય છે તથા જોડેલા ઉપરના ખંડની જાડાઈ કંઈક પાંચરાજ પ્રમાણ છે અને નીચેના ખંડની જાડાઈ નીચેના ભાગે યથાસંભવ દેશેન સાતરાજ છે. ઉપરના ખંડની જાડાઈથી નીચેના ખંડની જાડાઈ દેશોન બે રજુ વધે છે. તેથી આ અધિક પડતી જાડાઈમાંથી અડધી લઈને ઉપરના ખંડની જાડાઈમાં જોડવી. આ પ્રમાણે કરવાથી કેટલાક ભાગમાં કંઈક ન્યૂન છે રાજપ્રમાણ જાડાઈ થાય છે.
વ્યવહારથી આ સર્વ ખડો ચેરસ આકારના આકાશના ભાગરૂપે થાય છે. તે સાતરાજ પ્રમાણ જ કહેવાય છે. કેમકે વ્યવહારનય કંઈક ન્યૂન સાત હાથ વગેરે પ્રમાણવાળા વસ્ત્ર વગેરે વસ્તુઓને સંપૂર્ણ સાત હાથ પ્રમાણુ જ માને છે. અને દેશથી પણ કંઈક ન્યૂન જાડાઈવાળા પદાર્થો જણાતા હોય તે પણ સંપૂર્ણ વસ્તુરૂપે સ્કૂલ દષ્ટિપણાના કારણે વ્યવહાર કરાય છે.
આથી જ તે વ્યવહારનયના મતે અહીં સાતરાજની જાડાઈ બધી તરફ જાણવી. લંબાઈ પહોળાઈમાં પણ જ્યાં દેશના સાતરાજ પ્રમાણ છે ત્યાં પણ વ્યવહારથી સાતરાજ પ્રમાણ જાણવું. આ પ્રમાણે વ્યવહારનયના મતે દરેક લંબાઈ પહોળાઈ અને જાડાઈ વડે સાતરાજ પ્રમાણને ઘન થાય છે. આ ઘનની વિચારણુ પરી વગેરે પર આલેખીને વિચારવી (૯૧૩, ૧૪)