________________
૧૧૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ હવે ઘન રજજુની સંખ્યા પ્રતિપાદન કરવા માટે પહેલા લેકને ઘન બનાવવાની રીત કહે છે.
दाहिणपास दुखंडा वामे संधिज विहिय विवरीयं । नाडीजुया तिरज्जू उड़ढाहो सत्त तो जाया ॥९१३।। हेट्ठाओ वामखंडं दाहिणपासंमि ठवसु विवरीयं । उवरिम तिरज्जूखंडं वामे ठाणंमि संधिजा ॥९१४॥
જમણી બાજુના બે ખંડોને લઈ ડાબી બાજુ વિપરીત ( ઊલટી રીતે) ૫ણે ગોઠવે. તેથી બે ખડો વડે જજુના વિસ્તારપૂર્વક સાડી સાથે કરવાથી બધી તરફ ત્રણ રાજનો વિસ્તાર થાય છે. આથી ઉપર નીચે સાતરાજ થાય છે. નીચેથી ડાબા ખંડને જમણી બાજુ ઊલટી રીતે સ્થાપન કરે અને ઉપર ત્રણ રજજુના ખંડને ડાબી બાજુના સ્થાને જોડે.
ઊર્વલોકમાં ત્રસનાડીની જમણી બાજુના બ્રહ્મલોકમાંથી ઉપર નીચેના બે ખંડે લઈ તેમને ઊલટી રીતે એટલે ઉપરનો ખંડ નીચે અને નીચેનો ખંડ ઉપર એ પ્રમાણે ડાબી બાજુએ જડે. તેથી તે બે ખંડેના રજજુ વિસ્તાર વડે ત્રસનાડીથી યુક્ત થવાથી પહોળાઈ ત્રણ રાજની થઈ અને ઉપરથી નીચેની ઊંચાઈ સાતરાજ થઈ–આ પ્રમાણે ઊર્વિલકની ગોઠવણ થઈ. હવે અલકમાં ત્રસનાડીથી ડાબી બાજુના ખડને કલ્પનાથી લઈ જમણી બાજુએ ઊલટે ગોઠવે. તે પછી ઉપરનો તૈયાર થયેલ ઊર્વિલક સંબંધિત ત્રણ રાજ વિસ્તારવાળા ખંડને અધોલોકના તૈયાર થયેલ ખંડના ડાબા ભાગે સ્થાપે. (બે બાજુએ જોડે.) આની વિચારણું આ પ્રમાણે છે.
અહીં લોકસ્વરૂપથી ઉપર નીચે સુધી ચૌદ રાજ પ્રમાણ છે. તેમાં નીચે વિસ્તારથી કંઈક ન્યૂન સાતરાજ પ્રમાણ છે. તિર્જીકના મધ્યભાગે ૧ રાજ પ્રમાણ છે. અને બ્રહ્મલકના મધ્યભાગે પાંચ રાજપ્રમાણ વિસ્તાર છે. ઉપર લોકોને એક રાજ પ્રમાણ વિસ્તાર છે બીજા સ્થાનેનો વિસ્તાર અનિયત છે. આ પ્રમાણે બે હાથ કમ્મર પર રાખેલ અને બે પગ પહોળા કરી રહેલ પુરુષના આકારવાળે લેકને ઘન કરવા માટે પહેલા ઉપરના લેકાઈને ઘન તૈયાર કરે છે તે આ પ્રમાણે
બધી જગ્યાએ એક રાજના વિસ્તારવાળી ત્રસનાડીના જમણી બાજુના બે ખંડે બ્રહ્મદેવલોકમાંથી ઉપર નીચેના જે બે ખડે કૂપરાકારે (કેણીના આકારે) રહેલા બ્રહ્મલોકમાં જે બંને રાજના વિસ્તારવાળા છે અને કંઈક ન્યૂન સાડાચાર રજજુલકની ઊંચાઈએ રહેલા તે બે ખંડેને બુદ્ધિ કલ્પનાથી લઈ ત્રસનાડીના ઉત્તર (ડાબા) પડખે ઊલટી રીતે જોડવો–એ પ્રમાણે ઉપર લોકાઈને ત્રણરાજને વિસ્તાર અને કંઈક ન્યૂન