________________
૧૩૯ચાર પ્રકારની ભાષા (મિશ્રભાષા)
૧૦૧ જીવતા છે અને આટલા મરેલા છે. આવો નિર્ણય કરતા તેમાં વિસંવાદિતા થવાથી જીવાજીવમિશ્રિતા રૂપ મિશ્રભાષા છે.
૭. અનંતમિશ્રા - જેમ મુળા વગેરે અનંતકાયમાં તેના જ ચારે બાજુથી પીળા પડી ગયેલા પાંદડા વગેરે તથા બીજી કેઈક પ્રત્યેક વનસ્પતિ સાથે હોય તે જોઈને આ બધો અનંતકાયનો ઢગલો છે. એમ બોલે તે અનંતકાય મિશ્રભાષા કહેવાય.
૮. પ્રત્યેકમિશ્રા – પ્રત્યેક વનસ્પતિ સાથે અનંતકાય રહેલ હોય એવા ઢગલાને જોઈ આ બધી પ્રત્યેક વનસ્પતિ છે. એમ બોલવાથી પ્રત્યેક મિશ્રભાષા થાય છે.
૯ અદ્ધામિશ્રા :- અદ્ધા એટલે કાળ. અહીં રાત્રિ અથવા દિવસ રૂપ જાણો તે રાત્રિ દિવસ રૂ૫ મિશ્રિત જે કાળ તે અદ્ધા મિશ્રકાળ. જેમકે કેઈક કેઈને ઉતાવળ કરાવવા માટે દિવસ હોવા છતાં એમ કહે કે “ઊઠ, ઊઠ, રાત થઈ ગઈ છે.” અથવા રાત્રિ હોવા છતાં પણ કહે કે 'ઊઠ ઊઠ, દિવસ ઊગી ગયે છે.”
૧૦. અદાદાકાળમિશ્રા - દિવસ અથવા રાત્રિને એક ભાગ કે અંશ તે અદ્ધાદ્ધા કહેવાય. તેનાથી જે મિશ્ર તે અદ્ધાદ્વામિશ્રિતભાષા. જેમ પહેલે પ્રહર ચાલતા હોય છતાં કેઈકને ક્યારેક ઉતાવળ કરાવવા એમ કહે કે ચાલ ચાલ મધ્યાહ્ન (બપોર) થઈ ગયે. (૮૯૩)
હવે ચોથી અસત્યામૃષા ભાષાના ભેદ કહે છે. आमंतणि १ आणमणी २ जायणि ३ तह पुच्छणी य ४ पन्नवणी ५ । पञ्चक्खाणी भासा ६ भासा इच्छाणुलोमा य'७ ॥८९४॥ अणभिग्गहिया भासा ८ भासा य अभिग्गहंमि ९ बोद्धव्वा । संसयकरणी १० भासा वोयड ११ अव्वोयडा १२ चेव ॥८९५॥
આમંત્રણ, આજ્ઞાપની, યાચનિકા, પૃચ્છનીયા, પ્રજ્ઞાપનીયા પ્રત્યાખ્યાની, ઈચ્છાનુલોમા, અનભિગૃહિતા, અભિગૃહિતા, સંશયકરણી, વ્યાકૃતા (પ્રગટ)અને અવ્યાકૃતા (અપ્રગટ).એમ બાર પ્રકારની અસત્યા મૃષા ભાષા છે.
અસત્યમૃષાભાષા આમંત્રણ વગેરે ભેદે બાર પ્રકારે છે.
૧. આમંત્રણ – “હે દેવદત્ત!” વગેરે. આ ભાષા આગળ કહેલ ત્રણ સત્ય વગેરે ભાષાના લક્ષણોથી રહિત હોવાથી સત્યરૂપે નથી, અસત્યરૂપે નથી, તેમજ સત્યાસત્યરૂપે પણ નથી પણ ફક્ત વ્યવહારમાત્રની પ્રવૃતિના કારણરૂપ અસત્યામૃષારૂપ ભાષા છે. આ પ્રમાણે આગળના દરેક બધાયે ભેદમાં વિચારણા કરવી.
૨. આજ્ઞાપની - બીજાને કાર્યમાં જોડવું જેમકે “તમે આ કામ કરો. ૩. યાચની - કેઈની પાસે વસ્તુ વિશેષ માંગવી. જેમકે “આ મને આપો”