________________
૧૩૯. ચાર પ્રકારની ભાષા (સત્ય ભાષા) સ્વીકારનું કારણરૂપ અને વ્યવહારમાં પ્રવૃત્તિ થતી હોવાથી છે. આ પ્રમાણે આગળના ભેદમાં પણ વિચારણા કરી લેવી.
૨. સમતસત્યાઃ સકળલેકની સંમતિપૂર્વક જે સત્યારૂપે પ્રસિદ્ધ થયું હોય તે સમ્મત સત્ય. જેમ કાદવમાં કુમુદ,કુવલય, ઉત્પલ, તામરસ વગેરે એક સરખા ઉત્પન્ન થવા છતાં પણ ગોવાળ વગેરે સામાન્ય લેકમાં અરવિંદ જ કમળરૂપે પ્રસિદ્ધ છે, બીજા નહીં. આ પ્રમાણે અરવિંદમાં જ કમળરૂપ સંમતિ હોવાથી તે સંમતસત્ય કહેવાય. કુવલય વગેરેમાં અસંમત હોવાથી તેમાં કમળ શબ્દ અસત્યરૂપ કહેવાય.
૩. સ્થાપના સત્યા :- જે તેવા પ્રકારના આંકડાની રચના કે મુદ્રાની રચનાને આશ્રયિને જે પ્રયોગ કરાય તે સ્થાપના સત્ય. જેમ એકડા આગળ બે મીંડા કરવાથી સે કહેવાય. અને એકડા આગળ ત્રણ મીંડા કરવાથી હજાર થાય. તથા માટી વગેરે પર તેવા પ્રકારની મુદ્રાઓના ન્યાસને જોઈને આ માસ છે, આ કાર્ષા પણ છે—એમ નાણારૂપે વ્યવહાર થાય છે.
લેપ્યાદિકમ એટલે રંગ વગેરેથી મૂર્તિનું આલેખન કરવું તે અરિહંત આદિના વિકલ્પથી સ્થપાય તે સ્થાપના. તેના વિષયમાં સત્ય તે સ્થાપનાસત્ય.
પ્રતિમા જિન ન હોવા છતાં તથા ગુરુની પ્રતિમા આચાર્ય ન હોવા છતાં સ્થાપનાની અપેક્ષાએ સ્થાપના સત્ય કહેવાય.
૪. નામસત્યા - જે નામથી સત્ય તેનામસત્ય. જેમ કુલને વધારનાર ન હોવા છતાં કુલવર્ધન નામ લેવાથી કુલવર્ધન કહેવાય. તેમ ધનને વધારનાર ન હોવા છતાં ધનવર્ધન નામથી કહેવાય. યક્ષ ન હોવા છતાં નામથી યક્ષ કહેવાય.
૫. રૂપસત્યા:- રૂપની અપેક્ષાએ જે સત્ય તે રૂપસત્ય. જેમ દંભથી કે માયાથી દીક્ષિત થયે હોવા છતાં પણ તે દીક્ષિત સાધુ રૂપે કહેવાય.
૬. પ્રતિત્ય સત્ય - પ્રતિત્ય એટલે અમુક વસ્તુ આશ્રયિને જે સત્ય તે પ્રતિત્ય સત્ય. જેમકે અનામિકા આંગળી ટચલી આંગળીને આશ્રયી મોટી છે પણ મધ્યમાં આંગળીને આશ્રયિને નાની છે.
એમ ન કહેવું કે એક જ વસ્તુમાં તાવિક નાના-મોટાપણું પરસ્પર વિરોધ હોવાથી શી રીતે સંભવે, કારણ કે જે નાના મોટાપણું એક જ વસ્તુમાં કહેવાય છે તે જુદા જુદા નિમિત્તોને આશ્રયિને કહેવાય છે. તેથી પરસ્પર વિરોધ રહેતું નથી પણ ફક્ત એકજ ટચલી કે મધ્યમા આંગળી આશ્રયિને જે સ્વત્વ (નાનાપણું) કે મેટાપણું જણાવાય તે વિરોધ આવે. કારણ કે એક નિમિત્ત વડે પરસ્પર બે વિરુદ્ધ કાર્ય થવાને અસંભવ છે.
૧૩