________________
૧૩૮. દશ અછે
૯૫
सिरिरिसहसीयलेसु एकक्के मल्लि नेमिनाहे य । वीरजिणिदे पंच उ एगं सम्वेसु पाएणं ॥८८७।।।
શ્રી ઋષભદેવ, શીતલનાથ, મલ્લિનાથ અને તેમનાથના તીર્થમાં એક–એક આશ્ચર્ય થયું. મહાવીર સ્વામીના તીર્થમાં પાંચ આશ્ચર્યો અને એક આશ્ચર્ય પ્રાયઃ બધાના તીર્થમાં થયું.
હવે ક્યા તીર્થ કરના વખતમાં કેટલા આશ્ચર્યો થયા તે કહે છે
શ્રી ઋષભદેવ અને શીતલનાથના તીર્થમાં એક-એક આશ્ચર્ય થયા. એક સે આઠનું એક સમયમાં મોક્ષગમન ઋષભદેવના તીર્થમાં અને હરિવંશની ઉત્પત્તિ શીતલનાથના તીર્થમાં થઈ હતી.
મલ્લિનાથ અને નેમનાથના તીર્થમાં પણ એક-એક આશ્ચર્ય. આ પ્રમાણે થયા. સ્ત્રીતીર્થ મલ્લિનાથથી પ્રવર્યું અને કૃષ્ણનું અપરકંકાગમન નેમનાથના તીર્થમાં થયું.
વીર જિનેન્દ્રના તીર્થમાં ૧. ગર્ભાપહરણ, ૨. ઉપસર્ગ ૩. ચમરેન્દ્રોત્પાત (૪) અભાવિત પર્ષદા, (૫) ચંદ્ર સૂર્યાવતરણ-આ પાંચ આશ્ચર્ય કમસર થયા.
અસંય તેની પૂજારૂપ એક આશ્ચર્ય પ્રાયઃ કરી બધાય તીર્થકરોના સમયમાં થયું.
આ જ વાતને સ્પષ્ટ રૂપે કહે છે. (૮૮૭) रिसहे अट्ठऽहियसयं सिद्ध सीयलजिमि हरिवंसो । नेमिजिणेऽवरकंकागमणं कण्हस्स संपन्नं ॥८८८॥ इत्थीतित्थं मल्ली पूया अस्संजयाण नवमजिणे । अवसेसा अच्छेरा वीरजिर्णिदस्स तित्थंमि ॥८८९।।
ઋષભદેવના તીર્થમાં એક સે આઠનું મોક્ષગમન શીતલનાથના તીર્થમાં હરિવંશની ઉત્પત્તિ નેમનાથના તીર્થમાં કૃષ્ણનું અપરકંકાગમન મલ્લિનાથના તીર્થમાં સ્ત્રી તીર્થકર. નવમા સુવિધિનાથના તીર્થમાં અસંતોની પૂજા. બાકીના આશ્ચર્યો વીર જિનેન્દ્રના તીર્થમાં થયા.
અહિં ગાથામાં જે “પૂયા બાઁનયાળ નવમળેિ” કહ્યું છે તે સર્વથા તીર્થો છેદ થવાને કારણે અસંયતીની પૂજાની શરૂઆતને આશ્રયિને જાણવું. સુવિધિનાથથી લઈ શાંતિનાથ ભગવાન સુધી આઠ તીર્થકરોના સાત આંતરામાં તીર્થોરછેદ થવાના કારણે અસંય તેની પૂજા થઈ હતી. જે ઋષભદેવ વગેરેના સમયે મરીચિ, કપિલ વગેરે અસંયતિની પૂજા સંભળાય છે તે તીર્થની વિદ્યમાનતા હતી ને થઈ હતી. આથી જ આગળની ગાથામાં gi , પાનું કહ્યું છે. (૮૮૮–૮૮૯)