________________
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ રહેવાથી સાધુનું તે વસતિમાં રહેવાનું થતું નથી (વિહાર તુર્ત કરવું પડે ) તથા બળદને ગુદાના ભાગે વસવાથી સાધુઓને પેટને રોગ થાય. પૂંછડાના ભાગે રહેવાથી વસતિને નાશ થાય છે. (અર્થાત્ બીજા મનુષ્ય કબજે કરે) મુખના પ્રદેશમાંની વસતિમાં વસવાથી સાધુઓને સુંદર ભેજન મળે. બે શીંગડાની વચ્ચે માથાના ભાગે અથવા કુદ એટલે ખુધના ભાગની વસતિમાં રહેવાથી ઉત્તમ વસ્ત્ર પાત્ર, વગેરે મળવારૂપ પૂજા તથા અભ્યસ્થાનાદિ (ઊભા થવું વગેરે માન-સન્માન-વિનયાદિ) સત્કાર સાધુઓને થાય. તથા સ્કંધના ભાગે અને પીઠના ભાગે વસવાથી હમેંશા આજુબાજુમાંથી સાધુઓ આવવાના કારણે વસતિ ભરચક રહે છે. પેટના ભાગે રહેલી વસતિમાં વાસ કરવાથી વૃષભ (વૃષભસમાન) સાધુવર્ગ તૃપ્ત થાય છે. (અર્થાત્ સંયમોપયોગી સર્વ સામગ્રી મળે છે.)
૧૩૬. પાણીનો કાળ ઉકાળેલ અચિત્ત પાણીનો સચિત્તરૂપે થવાનો કાળ.” उसिणोदग तिदंडुक्कलियं फासुयजलंति जइकप्पं । नवरि गिलणाइकए पहरतिगोवरिवि धरियव्यं ॥८८१॥
ત્રણ ઉકાળાવાળું ગરમ અચિત્ત પાણી સાધુઓને કચ્છ (ખપે) છે. પરંતુ ત્રણ પ્રહર ઉપરના સમયે તે ગ્લાન વગેરે માટે રાખી શકાય.
ત્રણ દંડ એટલે ત્રણ ઉકાળાથી, ઉકળેલ જે ગરમ પાણી તથા જે સ્વકીય-પરકાય શસ્ત્રથી અચિત્ત થયેલ છે, તે જ પાણી સાધુને લેવું ખપે.
આમાં પહેલા ઉકાળાવાળું પાણી થોડું અચિત્ત થયેલ હોય અને થોડું સચિત્ત હોવાથી મિશ્ર હોય છે. બીજા ઉકાળામાં ઘણું પાણી અચિત્ત હોય છે અને થોડું સચિત્ત હોય છે. ત્રીજા ઉકાળામાં સંપૂર્ણ પણે અચિત્ત થાય છે. માટે ત્રણ ઉકાળાવાળું પાણી ગ્રહણ કરવું.
આ સર્વ પાણી સાધુએ ત્રણ પ્રહરમાં જ વાપરવું કેમકે ત્રણ પ્રહર પછી કાળાતિકાંત નામના દેષનો સંભવ હોવાથી વાપરવા લાયક રહેતું નથી માટે રાખવું નહીં. ફક્ત ગ્લાન બિમાર વૃદ્ધ વગેરે માટે તે ત્રણ પ્રહર ઉપરાંત પણ રખાય. (૮૮૧)
जायइ सचित्तया से गिम्हमि पहरपंचगस्सुवरि । चउपहरोवरि सिसिरे वासासु पुणो तिपहरुवरि ॥८८२॥
ઉનાળામાં પાંચ પ્રહર પછી, શિયાળામાં ચાર પ્રહર પછી અને માસામાં ત્રણ પ્રહર પછી પાણી સચિત્તરૂપે થાય છે. બિમાર વગેરે માટે રાખેલ અચિત્ત ઉકાળેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી