________________
७८
પ્રવચનસારાદ્ધાર ભાગ-૨
૧૩૨
ભાજનના ભાગ
बत्तीस किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस महिलियाए अट्ठावीसं भवे कवला ||८६६||
પુરુષના પેટપૂરતા મધ્યમ પ્રમાણ આહાર બત્રીસ કાળીયા અને સ્રીના પેટપૂરતા મધ્યમ પ્રમાણુના આહાર અઠ્ઠાવીસ કેાળીયા છે. હવે ભાજનના ભાગનું પ્રતિપાદન કરે છે.(૮૬૬) अद्धमसणस्स सव्वंजणस्स कुजा दवस्स दो भाए ।
वायवियारणडा छन्भागं ऊणयं कुज्जा ॥८६७||
પેટના છ ભાગ કલ્પી તેમાંથી અડધા ભાગમાં વ્યંજન સહિત અશનના, બે ભાગ પાણી વગેરે પ્રવાહીના અને એક ભાગ વાયુના હલનચલન માટે ખાલી રાખવા. (૮૬૭) सीओ उसिणो साहारणो य कालो तिहा मुणेयव्वो ।
साहारणंमि काले तत्थाहारे इमा मत्ता ॥८६८ ॥
અહીં આહારનું પ્રમાણ કાળના પ્રમાણે હાય છે. જેવા જેવા કાળ હેાય તે તે પ્રમાણે આહારનું પ્રમાણ હોય છે.
કાળ શીત એટલે ઠંડા, ઉષ્ણુ એટલે ગરમ અને સાધારણ એટલે શીતેાષ્ણુ-એમ ત્રણ પ્રકારે છે. સાધારણ એટલે શીતેાણુકાળમાં આહારનું પ્રમાણ ઉપરોક્ત પ્રમાણે જાણવુ', ૮૬૮
सीए दवस एगो भत्ते चत्तारि अहव दो पाणे ।
उसिणे दवस दुन्नी तिन्नी व सेसा उ भत्तस्स ||८६९ ||
શીતકાળમાં પાણીના એક ભાગ અને ભેાજનના ચાર અથવા ત્રણ ઉનાળામાં પાણીના બે આથવા ત્રણ ભાગ અને બાકીના ભાગ
ભાગ
ભાજનના.
શીત એટલે અતિ ઠંડા કાળમાં પાણીના એકભાગ કરવા અને ભેાજનના ચાર
ભાગ રાખવો.
મધ્યમ શીત કાળમાં બે ભાગ પાણીના રાખવા અને ત્રણ ભાગ ભાજનના. ઉષ્ણુ કાળમાં એટલે મધ્યમ ઉષ્ણુ કાળમાં બે ભાગ પાણીના અને શેષ ત્રણ ભાગ ભાજનના રાખવા.
અતિતીવ્ર ઉનાળામાં ત્રણ ભાગ પાણીના અને બે ભાગ ભાજનના રાખવા. દરેક કાળમાં છઠ્ઠો ભાગ તા વાયુના હલનચલન માટે ખાલી જ રાખવા. (૮૬૯) હવે છ ભાગાના નિયત અને અનિયત વિભાગ કરે છે.