________________
૧૩૧ ઉપધિ દેવાને કાળ
७७ પાત્ર નિર્યોગ એટલે પાત્રાના ઉપકરણ-જેમકે પાત્રબંધન એટલે ઝોળી વગેરે કહ્યું છે કે,
પાત્ર, પાત્રબંધન (ઝેળી) પાત્રસ્થાપન, પાત્રકેસરીકા (ચરવળી), પલ્લા, રજસાણ, ગુર છે આ પાત્રના ઉપકરણ છે.
પ્રશ્ન – બધાના જ વસ્ત્રો વર્ષાકાળ પહેલા જ ધેવાય? કે એમાં કઈ કેઈન વિષયમાં તફાવત છે? (૮૬૪)
आयरिय गिलाणाणं मइला मइला पुणोवि धोइजा । मा हु गुरूण अवण्णो लोगम्मि अजीरणं इअरे ॥८६५।।
આચાર્ય અને પ્લાનના મલિન વસ્ત્રો વારંવાર ધુ–કારણ કે મલિન વસ્ત્રથી ગુરુ તથા ગ્લાનની લોકમાં નિંદા ન થાય. ગ્લાનને અજીરણ ન થાય માટે.
ઉત્તર – પ્રવચનના અર્થની વ્યાખ્યા કરવાના અધિકારી તથા સદ્દધર્મની દેશનાદાતૃ વગેરે ઘણુ ગુણ સમૂહવાળા આચાર્યના મલિન વસ્ત્રોને વારંવાર ધુવે. અહીં આચાર્યના ઉપલક્ષણથી ઉપાધ્યાય વગેરે વડીલોને પણ ગ્રહણ કરવા. તથા ગ્લાન એટલે બિમાર તેઓના મેલા વસ્ત્રોને વારંવાર ધુવે.
આચાર્ય વગેરેના વસ્ત્ર વારંવાર જોવાનું કારણ આ પ્રમાણે છે. ગુરુ એટલે આચાર્ય જો મલિન વસ્ત્રો પહેરે, તે લોકેમાં નિંદા થાય કે “આ આચાર્ય તિરસ્કરણીય છે. દુર્ગધી મેલને શરીર પર લેપ કરેલા છે. તો આવા આચાર્ય પાસે જવાથી અમને શું મળશે? બિમારને મેલા વાના કારણે અજીર્ણ ન થાઓ એટલા માટે વારંવાર ધુવે. મેલવાળું વસ્ત્ર પહેરવાથી ઠંડા પવન વગેરેના સંપર્કથી ઠંડક થવાના કારણે ખાધેલ આહાર ન પચવાના કારણે બિમારને વધુ માંદગી થાય છે.
વર્ષાઋતુના નજીકના કાળ સિવાયના બાકીના કાળે સાધુએ.ને વસ્ત્ર ધોવા ન જોઈએ કારણકે જીવોની વિરાધના ઉપકરણ બકુશતા વગેરે અનેક દોષોને સંભવ હેવાથી.
પ્રશ્ન :- ઉપરોક્ત દે તે વર્ષાઋતુના નજીકના કાળે પણ હોઈ શકે છે. તે પછી ત્યારે પણ વસ્ત્ર ન દેવા જોઈએ ને?
ઉત્તર :- આ વાત બરાબર નથી. તે વખતે સૂત્રોક્ત વિધિ પ્રમાણે વસ્ત્ર ધેવાથી ઘણો લાભ થાય છે. અને જે જીવવિરાધના વગેરે દેશે છે તે પણ જણાપૂર્વક ધનારને થતા નથી. જે સૂત્રાજ્ઞાને અનુસારે જયણાપૂર્વક સારી પ્રવૃત્તિ કરે, તેને જે કંઈ પણ જીવ વિરાધના થાય છતાં પણ તે પાપને ભાગીદાર થતું નથી અને તીવ્ર પ્રાયશ્ચિત્તનો ભાગી થતો નથી. કારણકે સૂત્રના બહુમાન અને જયણાપૂર્વકની પ્રવૃત્તિ હેવાથી. આથી જ કહ્યું છે કેઃ “ઘુવંતિ કયાણ જયણાથી ધુવે. (૮૬૫)