________________
૭૫
૧૩૦ ગુરુ સુશ્રુષા કાળ પ્રમાણ
ઉત્તર:- આલોચના કરવાના સમ્યક્ પરિણામવાળો ઉપરોક્ત કારણે આલોચના કર્ચા વગર વચ્ચે મરી જાય તે પણ વિશુદ્ધ અધ્યવસાય યુક્ત હોવાથી આરાધક જ છે. .
કહ્યું છે કે,
આલેચના કરવાની બુદ્ધિથી પરિણત થયેલો ગુરુ પાસે જવા માટે સમ્યફ પ્રકારે નીકળે છે, તેમાં વચ્ચે જ કાળ કરે એટલે મરણ પામે તે પણ આરાધક છે.”
આ પ્રમાણે શેખેળ કરવા છતાં પણ કહેલ ગુણવાળા ગુરુ ન મળે તે સંવિજ્ઞ ગીતાર્થની પાસે પણ આલોચના કરવી. સંભળાય છે કે અપવાદથી ગીતાર્થ વિજ્ઞ પાક્ષિક પાસે, સિદ્ધપુત્રની પાસે, પ્રવચન એટલે શાસનદેવતાની પાસે અને છેવટે સિદ્ધની સાક્ષીએ પણ આલોચના કરવી. કારણ કે શલ્યસહિત મરણ સંસારનું કારણ છે.
સંવિજ્ઞ ગીતાર્થ ન હોય પાસસ્થા વગેરે સારુપીક પાસે પણ આલોચના કરવી. (૮૬૨)
ગુરુ વગેરેની અશુદ્ધ શુદ્ધ દ્રવ્ય વડે કેટલા વખત સુધી શુશ્રુષા કરવી તે સંબંધી.
૧૩૦. ગુરુ શુશ્રુષા કાળ પ્રમાણુ जावज्जीवं गुरुणो असुद्धसुद्धेहिँ वावि कायव्यं । वसहे बारस वासा अट्ठारस भिक्खुणो मासा ॥८६३॥
ગુરુની શુશ્રષા યાજજીવ સુધી અશુદ્ધ-શુદ્ધ દ્રવ્ય વડે કરવી. વૃષભસાધુની બાર વર્ષ અને સાધુની અઢાર મહિના સુધી કરવી.
ગુરુ એટલે આચાર્યની, શુદ્ધ એટલે આધાકર્મ વગેરે દોષોથી અદુષિત શુદ્ધ આહાર, પાણી, ઔષધ વગેરે વડે અને અશુદ્ધ દ્રવ્ય વડે યાજજીવ સુધી વૈયાવચ્ચ કરવી જોઈએ. આને ભાવાર્થ એ છે કે,
ગુરુ જીવે ત્યાં સુધી સાધુએ તથા શ્રાવકેએ શુદ્ધ કે અશુદ્ધ આહાર, પાણી વડે તેમની વૈયાવચ્ચ કરવી. કેમકે સમસ્ત ગરછ તેમને આધીન હોવાથી અને નિરંતર યથાશક્તિ સૂત્રાર્થ નિર્ણયની પ્રવૃત્તિ ચાલુ હોવાથી.
વૃષભ એટલે ઉપાધ્યાય વગેરે ગીતાર્થની બાર વર્ષ સુધી શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યથી વૈયાવચ્ચ કરવી. તે પછી શક્તિ હોય તે ભેજન ત્યાગ કરે એટલે અનશન કરે. કેમકે બાર વર્ષના સમયમાં સમસ્ત ગ૭ભાર વહન કરવા સમર્થ બીજા વૃષભ સાધુ તૈયાર
૧. સંવિગ્ન ગીતાર્થની ગેરહાજરીમાં જ્ઞાની એવા પાર્શ્વસ્થ વિગેરે,