________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ બધાયે સાધુએ પહેલા પ્રહરે જાગે. પહેલા બે પ્રહરમાં વૃષભ સાધુએ જાગે, ત્રીજા પ્રહરે ગુરુ એટલે આચાર્ય જાગે અને એથે પ્રહરે સવે સાધુએ જાગે અને ગુરુ સૂઈ જાય.
બધાયે સાધુએ રાત્રીના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અધ્યયન વગેરે કરવા દ્વારા જાગે છે.
પહેલા બે પ્રહરમાં વૃષભ એટલે ગીતાર્થ સાધુઓ પ્રજ્ઞાપના વગેરે સ્વાર્થનું પરાવર્તન કરતા જાગે છે અને બીજા પ્રહરમાં જ સૂત્રવાન સાધુઓ છે તે સૂઈ જાય છે.
ત્રીજા પ્રહરે ગુરુ એટલે આચાર્ય જાગે છે કારણ કે બે પ્રહર વિત્યા પછી વૃષભ સાધુઓ સૂઈ જાય છે અને ગુરુ ઉઠીને પ્રજ્ઞાપના વગેરે સ્વાર્થનું પરાવર્તન ચોથા પ્રહર સુધી કરે.
ચોથા પ્રહરે બધાય સાધુઓ ઉઠી વેરત્તિકાળનું કાળ ગ્રહણ લે અને કાલિકકૃતનું પુનરાવર્તન કરે.
ગુરુ એટલે આચાર્ય ચેથા પ્રહરે સૂઈ જાય. ન સૂવે તે સવારે ઉંઘવાળી આંખ હોવાના કારણે પીઠ (બરડે, વાંસો) તૂટતે હોવાથી ભવ્યજનોને ઉપદેશ વગેરે આપવારૂપ વ્યાખ્યાન કરવા પ્રયત્નશીલ ન થઈ શકે. (૮૬૧)
૧૨૯ આલોચના દાતાની ગવેષણ सल्लुद्धरणनिमित्तं गीयस्सऽन्नेसणा उ उक्कोसा । जोयणसयाई सत्त उ बारस वासाई कायव्वा ॥८६२।।
શોદ્ધાર માટે ગીતાથની ગવેષણ એટલે શેધી . ઉત્કૃષ્ટથી સાતસે યોજનમાં બાર વર્ષ સુધી કરે.
શદ્ધાર એટલે આલોચના. તે માટે ગીતાર્થ ગુરુની શોધખેળ ક્ષેત્રથી ઉત્કૃષ્ટથી સાત જનમાં કરવી જોઈએ. કાળથી ઉત્કૃષ્ટપણે બાર વર્ષ સુધી કરવી જોઈએ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે કે,
નજીકમાં જ કઈ ગીતાર્થ ગુરુ જે ન મળે, તે સાત જન પ્રમાણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી શોધખોળ કરે અને કાળથી બાર વર્ષ સુધી આવવાની રાહ જુએ.
પ્રશ્ન - સાત જન જેટલા ક્ષેત્રમાં શોધવા માટે ફરતા અને બાર વર્ષ સુધીના કાળમાં આવવાની રાહ જોતા વચ્ચે જ જે આચના કર્યા વગર કાળ કરી જાય છે તે આરાધક થાય કે ન થાય?