________________
७२
પ્રવચનસારોદ્ધાર પ્રશ્ન - જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે જે વંદન કરાય, તે એકાંતે કારણવંદન નથી થતું?
જવાબ :- જે પૂજાના આશયથી કે ગૌરવ માન વિગેરેના આશયથી જ્ઞાન વિગેરે ) ગ્રહણ કરવા માટે જે વંદન કરે તે પણ કારણવંદન કહેવાય. અહિં જ્ઞાન ગ્રહણના ઉપલક્ષણથી દર્શન, ચારિત્રનું પણ ગ્રહણ સમજી લેવું. (૧૬૩)
हाउं परस्स दिह्रि वंदंते तेणियं हवइ एयं ।
तेणोविव अप्पाणं गृहइ ओभावणा मा मे ॥ १६४ ॥ ૧૬. પિતાના સિવાય બીજા સાધુઓ કે શ્રાવકની દષ્ટિથી છૂપી રીતે વંદન કરે તે. તૈન્ય (ચોરી) દેષ. અર્થાત્ બીજા સાધુ સાદેવીથી પોતાની જાતને વંદન કરતી વખતે ચરની જેમ છૂપાવે. કારણ કે બીજા સાધુ-સાદેવીમાં મારી અપભ્રાજના ન થાઓ કે અહી અતિ વિદ્વાન એવા સાધુ બીજાઓને વંદન કરે છે. (૧૬૪)
आहारस्स उ काले नीहारस्सावि होइ पडिणीय ।
रोसेण धमधमंतो ज वंदइ रुट्ठमेयं तु ॥ १६५ ॥ ૧૭. ગુરુના ગોચરી વાપરવાના સમયે કે Úડિલ-લઘુનીતિના સમયે જે વંદન કરાય તે પ્રત્યનીકળેષ.
૧૮. પોતાની કલ્પના વિગેરે કઈ કારણથી ગુસ્સાથી ધમધમતે જે વંદન કરે તે રુષ્ટ દેષ. (૧૬૫)
नवि कुप्पसि न पसीयसि कट्ठसिवो चेव तज्जियं एयं ।
सीसंगुलिमाईहि य तज्जेइ गुरूं पणिवयंतो ॥ १६६ ॥ ૧૯. લાકડાની બનાવેલ શિવની પ્રતિમા જેમ વંદન ન કરનાર ઉપર ગુસ્સે થતી નથી, તથા વંદન કરનાર ઉપર અવિશેષ સત્તાને કારણે પ્રસન્ન થતી નથી–એ પ્રમાણે તિરસ્કાર કરતે જે વંદન કરે તે તર્જિતદોષ. અથવા હે આચાર્ય દેવ! તમે મારી પાસે બધા લેકની વચ્ચે વંદન કરાવો છે પણ તમને ખબર છે, તમે એકલા છો ? આવા અભિપ્રાયપૂર્વક માથા વડે કે આંગળી વડે કે આદિ શબ્દથી ભ્રકુટી વિગેરે દ્વારા વંદન કરતા-કરતા તર્જના કરે તે તર્જિતવંદન કહેવાય. (૧૬૬)
बीसंगट्ठाणमिणं सब्भावजढे सदं भवइ एयं ।
कवडंति कइयवति य सढयावि य हुंति एगट्ठा ॥ १६७ ॥ ૨૦. આ ગુરુમહારાજ વિશ્વાસનું સ્થાન છે માટે એમને યથાવત્ વંદન કરવાથી શ્રાવકે વિગેરે માટે વિશ્વાસ કરશે. આવા ઈરાદાપૂર્વક વંદન કરે અથવા શુન્ય હૃદયે. સદ્દભાવ વગર વંદન કરે તે શઠદેષ. (૧૬૭)
૧. (કપટ, કૈતવ, શઠતા વિગેરે શઠ શબ્દના પર્યાયવાચી શબ્દ છે.)