________________
વદનદ્વાર
૪. યાત્રા :
યાત્રા પણ દ્રવ્ય અને ભાવથી એ પ્રકારે છે. દ્રવ્યથી મિથ્યાત્વી તાપસ વિગેરે પેાતાની ક્રિયામાં પ્રવૃત્ત રહે તે અને ભાવથી સાધુએ વિગેરે પોતાની ક્રિયામાં અપ્રમત્ત રહે તે.
૫. ચાપના :
યાપના પણ દ્રવ્ય અને ભાવથી -એમ બે પ્રકારે છે. દ્રવ્યથી સાકર વિગેરે સારા દ્રવ્ય દ્વારા શરીરની સ્વસ્થતા. ભાવથી ઇન્દ્રિય અને મનની ઉપશાંત અવસ્થાથી શરીરની સમાધિ.
૪૫
૬. ક્ષમાપના –
ક્ષમાપના પણ દ્રવ્ય અને ભાવ-એમ એ પ્રકારે છે. દ્રવ્યક્ષમાપના આલાકમાં આવનારી આપત્તિના ભયથી મલીન આશયવાળાની અને ભાવક્ષમાપના સંસારથી ડરેલ સČવિગ્ન ચિત્તવાળા આત્માની હોય છે. એ રીતે વનના છ સ્થાના થયા.
આ વંદન કરવાથી શા લાભ થાય છે, કે જેના માટે આટલું કષ્ટ કરાય છે, તે બતાવવા છે ગુરૂપ દ્વાર કહેવાય છે. (૯૯)
विणओवयार माणस्स भंजणा पूअणा गुरुजणस्स ।
तित्थयराण य आणा सुयधम्माराहणाऽकिरिया ॥ १०० ॥ વિનયે।પચાર, માનનું ભ‘જન, ગુરુએની પૂજના, તીર્થંકરની આજ્ઞાનું પાલન, શ્રુતધર્માંની આરાધના,
૧. વિનયાપચાર :
સમસ્ત ફ્લેશકારક આઠે પ્રકારના કર્મના નાશ કરે તે વિનય. ઉપચાર એટલે આરાધનાના પ્રકાર. ગુરુની વિશિષ્ટ પ્રકારે આરાધના થવાથી ગુરુ વિનય થાય છે. ર. માનનું ભંજન :
માનનું ભંજન એટલે અહંકારના નાશ. જાતિ આદિના ગથી ઉન્મત્ત હાય, તે દેવને માને નહીં, ગુરુને વાંદે નહીં અને ખીજાની પ્રશંસા કરે નહીં. જ્યારે વંદન કરવાથી આવા પ્રકારના અનČના કારણરૂપ અભિમાનના નાશ થાય છે.
૩. ગુરુઓની પૂજના –
આ વંદનથી જ ગુરુની ભાવપૂજા થાય છે.
૪. તીર્થંકરની આજ્ઞાનું પાલન ઃ
તીથ કરની સકલ કલ્યાણના મૂલરૂપ આજ્ઞાનું પણ સારી રીતે પાલન થાય છે કેમકે ભગવાને વિનયમૂલક ધર્મનું પ્રતિપાદન કર્યું છે.