________________
४४
પ્રવચનસારોદ્ધાર
इच्छा य अणुष्णवणा अव्वाबाहं च जत्त जवणा य ।
अवराहखामणावि य छट्ठाणा हुँति वंदणए ॥ ९९ ॥ ઈચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધા, યાત્રા, યાપના અને અપરાધની ક્ષમાપના -આ છ સ્થાન વંદનનાં છે. ૧, ઈચ્છા :
ઈચ્છાનાં-નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમ છ પ્રકાર છે.
નામ, સ્થાપના ભેદ પ્રસિદ્ધ છે. સચિત્ત વગેરે દ્રવ્યની ઈચ્છા અથવા ઉપગશૂન્ય ઈચ્છા તે દ્રવ્યઈચ્છા. મગધ વગેરે ક્ષેત્રની ઈચ્છા તે ક્ષેત્ર ઈચ્છા. રાત્રી વગેરે કાળની ઈરછા તે કાલઈચ્છા. જેમ વેશ્યા, ચાર અને પરસ્ત્રીગામી રાત્રીને ઈછે તથા ભિક્ષાચર સુકાળને અને અનાજનો સંગ્રહ કરનાર વેપારી દુષ્કાળને ઈચ્છે.
ભાવેચ્છા બે પ્રકારે છે પ્રશસ્ત અને અપ્રશસ્ત, જ્ઞાન વિગેરેની ઈચ્છા પ્રશસ્ત અને સ્ત્રી વિગેરેની ઈચ્છા અપ્રશસ્ત છે. વંદનમાં પ્રશસ્ત ભાવેચ્છાને અધિકાર છે. ૨. અનુજ્ઞા :
અનુજ્ઞા પણ નામ વિગેરે છ ભેદે છે. તેમાં નામ–સ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્ય-અનુજ્ઞા ત્રણ પ્રકારે છે. ૧–લૌકિક, ૨-કેત્તર અને ૩-કુકાવચનિક
લૌકિકના ત્રણ ભેદ સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ઘેડા વિગેરેની અનુજ્ઞા સચિત્ત. મતી, વૈડૂર્ય વિગેરેની અનુજ્ઞા અચિત્ત, વિવિધ આભૂષણોથી શણગારેલ સ્ત્રીની અનુજ્ઞા તે મિશ્ર અનુજ્ઞા.
લોકોત્તર અનુજ્ઞા પણ સચિર વિગેરે ત્રણ પ્રકારે છે.
તેમાં શિષ્યની અનુજ્ઞા સચિત્તઅનુજ્ઞા, વસ્ત્રની અનુજ્ઞા તે અચિત્તઅનુજ્ઞા અને વસ્ત્ર વિગેરે પહેરેલ શિષ્ય વિગેરેની અનુજ્ઞા, તે મિશ્ર અનુજ્ઞા.
આ પ્રમાણે જ કુપ્રવચનીક, અનુજ્ઞા પણ સચિત્તાદિ ત્રણ પ્રકારે જાણવી.
જેટલા ક્ષેત્રની અનુજ્ઞા અપાય તે ક્ષેત્ર અનુજ્ઞા અથવા જે ક્ષેત્રમાં અનુજ્ઞાની વ્યાખ્યા કરાય અથવા અનુજ્ઞા અપાય તે ક્ષેત્ર અનુજ્ઞા. ક્ષેત્ર અનુજ્ઞા પ્રમાણે કાલઅનુજ્ઞા પણ જાણવી. એટલે અમુક કાળે તમે જ વિગેરે. ભાવઅનુજ્ઞા તે આચારાંગ આદિની અનુજ્ઞા જાણવી. અહિં ભાવઅનુજ્ઞા લેવાની છે. ૩, અવ્યાબાધા -
અવ્યાબાધા એટલે ગુરુની પીડાને અભાવ તથા સુખશાતા પૃચ્છાપૂર્વકનું વંદન તે. તેના દ્રવ્ય અને ભાવ બે પ્રકાર છે. દ્રવ્યથી વ્યાબાધા તલવાર વિગેરેના ઘાથી થયેલ અને ભાવથી મિથ્યાત્વ વિગેરેથી થયેલ, તે બંને પ્રકારની બાધા (પીડા) જેમાં ન હોય તે અવ્યાબાધા. તે અવ્યાબાધા પૃચ્છા “બહુ સુભેણ ભે” શબ્દથી પૂછાય છે.