________________
૩૮
પ્રવચનસારોદ્ધાર અધિકારમાં જ્ઞાનની, આઠમામાં સિદ્ધની, બીજામાં દ્રવ્યઅરિહંત અને ચેથામાં નામ-જિનની સ્તુતિ અને બારમા અધિકારમાં વૈયાવચ્ચ કરનાર દેવેની સ્તુતિ છે.
શકસ્તવરૂપ પહેલા અધિકારમાં “જિયભયાણું' સુધી, “પુફખરવરદીવડુ” ની ગાથારૂપ છઠ્ઠા અધિકારમાં, “જે દેવાણ વિ દે” ગાથારૂપ નવમા અધિકારમાં, “ઉજિતસેલ સિહરે” ગાથામાં દશમા અધિકારમાં અને “ચત્તારિ અક્ દસ દય” અગિયારમા અધિકારમાં ભાવજિનને વંદનીયરૂપે સ્મરાય છે. ભાવજિનનું સ્વરૂપ –
સમસ્ત ત્રણ જગતમાં અતિશયરૂપ અશોકવૃક્ષ વિગેરે વિશિષ્ટ આઠ પ્રતિહાર્ય વડે આર્યજનના નયનરૂપી કમળોને શ્રેષ્ઠ ઉત્સવ કરાવનાર, અપાર સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા જીવોને પાર ઉતારવા માટે નાવડી સમાન, અચિંત્ય ચિતામણીરત્ન તથા ક૯૫-- વૃક્ષથી પણ અધિક અને અનુપમ મહિમાવાળા, પ્રગટેલ નિર્મળ કેવળજ્ઞાનરૂપ પ્રકાશના બળથી લેક-અલકને જાણનાર તથા અદ્દભૂત સમૃદ્ધિને અનુભવતા ભાવ તીર્થકરો હોય છે. સ્થાપના જિનની સ્તવના :
અરિહંત ચેઈયાણું રૂપ ત્રીજા અધિકારમાં સાક્ષાત્ દેવગૃહમાં સ્થાપન કરેલ જેમને. વંદન કરવાની ઈચ્છા કરી હોય એવા સાક્ષાત્ પ્રતિમારૂપ જિનને, તેમ જ સવ્વલેએ અરિહંત ચેઈચાણુરૂપ પાંચમાં અધિકારમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, નંદીશ્વર, મેરૂ પર્વત, કુલગિરિ, અષ્ટાપદ, સમેતશિખર, શત્રુંજય, ઉજજયંતગિરિ વિગેરે સર્વ લેકમાં રહેલ શાશ્વત અશાશ્વત જિનાલયમાં રહેલ જિનેન્દ્ર-પ્રતિમારૂપ સ્થાપનાજિનેને સ્મરું છું.
તમ તિમિર પડલ” રૂપ સાતમા અધિકારમાં કુમતરૂપ અંધકાર સમૂહને નાશ કરનાર જ્ઞાનને સ્મરું છું.
આઠમા અધિકારમાં સિદ્ધાણં બુદ્ધાણં ગાથા દ્વારા સિદ્ધોનું સ્મરણ કરું છું.
જે અઈયા સિદ્ધા” રૂપ બીજા અધિકારમાં દ્રવ્યજિનનું સ્મરણ કરું છું. - કલેગસ્સ ઉજજો અગરે રૂપ ચેથા અધિકારમાં નામજિનોનું હું સ્મરણ કરું છું.
બારમા અધિકારમાં “વૈયાવચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ દ્વારા વૈયાવચ્ચ કરનાર દેવેનું હું સ્મરણ કરું છું.....(૮૭-૮૮)
ચૈત્યવંદનની સુંદર વિધિ જાણ પરંતુ આ પ્રમાણે વિશુદ્ધ વિધિપૂર્વક અહોરાત્ર દરમ્યાન સાધુઓએ અને શ્રાવકે એ કેટલી વાર ચૈત્યવંદન કરવા જોઈએ? એ પ્રશ્નના જવાબમાં નીચેની ગાથા...