________________
૩૪
પ્રવચનસારોદ્ધાર
જાણવી. આ સંપદા આત્મતુલ્ય પરફલકત્વ સંપદા કહેવાય છે. કેમકે જિનજાપકત્વ, તીર્ણતારકત્વ, બુદ્ધિબોધકત્વ, મુક્તમોચકત્વનું “આત્મતુલ્ય પરફલકત્વ સ્વરૂપ કહેવાય છે.
સલ્વ” એ બે અક્ષર દ્વારા સૂચિત પ્રથમ પદથી ત્રણ આલાપવાળી “જિય ભયાણું” સુધીની નવમી સંપદા છે. આ સંપદા દ્વારા પ્રધાન ગુણનો નાશ ન થત હોવાથી અને પ્રધાન ફલની પ્રાપ્તિ થતી હોવાથી આને અભય સંપદા જાણવી. કારણ કે આ સંપદા આત્મતુલ્ય ફલર્જા એવા સર્વજ્ઞ સર્વદર્શિઓને જ શિવ-અચલ વિગેરે ગુણવાળા સ્થાનની પ્રાપ્તિ થવાથી પ્રત્યક્ષ નિર્ભયતા પ્રાપ્ત થાય છે.
આ સંપદાઓ અનંત ધર્માત્મક મુખ્ય પદાર્થમાં મુખ્યપણે સંભવે જ છે. પદાર્થમાં અનંત ધર્મcપણું પ્રાપ્ત થતું નથી–એમ ન કહેવું. પદાર્થમાં અનંત ધર્મત્વનું પ્રતિપાદન અમારા ગુરુ મ. (ટીકાકાર પૂજ્યશ્રીનાં) પૂજ્ય દેવભદ્રસૂરિ મહારાજ રચિત પ્રમાણ પ્રકાશવાદ મહાર્ણવાદિ’ મેટા તર્કશાસ્ત્રના ગ્રંથમાં વિસ્તારથી સિદ્ધ કરેલ હવાથી અહિં અમે વિવેચન કરતા નથી.
શકસ્તવના આલાપ (પ) તેત્રીસ જાણવા. છેલ્લે જે “જે અઈયા સિદ્ધા” ગાથા છે તે જરૂર બોલવી જોઈએ, કેમકે પૂર્વના મહાગ્રુતઘરોએ શકસ્તવના અંતે બોલવાની કહી છે. પરંતુ “ઔષપાતીક” વિગેરે ગ્રંથમાં “નમો જિણાણું, જિય ભયાણું” સુધી જ શકસ્તવને પાઠ છે, માટે અમારે પણ આ ગાથા જાતે ન બેલવી એમ કુબેધ– કદાગ્રહ-ગ્રસ્ત ચિત્તવાળા અને નવા કુવિકલ્પજાળની કલ્પનામાં કુશળ આધુનિક મતવાળા કહે છે, તે બરાબર નથી. કેમકે અશઠ, નિરભિમાની, ગીતાર્થ, પ્રાચીન આચાર્યો વડે જે આચરાયેલું હોય તે આદરણીય જ છે.....(૮૧) અરિહંત ચેઇઆણુની સંપદા -
अरिहं वंदण सद्धा अण्णत्थू सुहुम एव जा ताव । _अरिहंतचेइयथए विस्सामाणं पया पढमा ॥८२॥ અરિહંત ચેઈઆણું સ્તવની સંપદાના પહેલા પદો આ પ્રમાણે છે – અરિહ, વંદણુ, સદ્ધા, અન્નત્થ, સુહુમ, એવ, જા, તાવ,
અરિહંત ચેઈઆણું દંડકમાં આઠ સંપદા છે. તેના પ્રારંભિક પદોનું નિરૂપણ કરે છે. તેમાં (૧) “અરિહંત' પદથી સૂચિત બે પદની, (૨) “વંદણ પદ વડે સૂચિત છ
૧ જે શક્તિ પોતાનામાં હેય તે બીજાને આપવાની શક્તિ, તેનું નામ આત્માલ્યપરફલ કત્વ. દા.ત. જિનેશ્વર પોતે રાગ-દ્વેષને જીતેલા હોવાથી જિન અને બીજાને જીતાડનાર હોવાથી જાપક કહેવાય છે.