________________
૩૮૮
પ્રવચનસારોદ્ધાર
પામે છે. જે ભવક્ષયે પડે છે તે નિયમ અનુત્તર વિમાનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે. અને પહેલા સમયે જ બંધન વગેરે સર્વે કરણે પ્રવર્તે છે એ વિશેષતા છે.
એક ભવમાં ઉત્કૃષ્ટથી બે વાર ઉપશમ શ્રેણિ માંડી શકાય છે. જે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડે છે, તેને નિયમા તે ભવમાં ક્ષપકશ્રેણીનો અભાવ હોય છે. જેઓ એકવાર ઉપશમ શ્રેણી માંડે છે, તેને તે ભવમાં ક્ષપકશ્રેણી પણ થાય એ કાર્મગ્રંથિક મત છે. * આગમના અભિપ્રાયે તે એક ભવમાં એક શ્રેણી જ મંડાય છે. કહ્યું છે, કે એક ભવમાં બે વાર મેહને ઉપશમ થાય, પરંતુ જે ભવમાં ઉપશમ થાય છે, તે ભાવમાં મોહને ક્ષય થતું નથી.
પ્રશ્ન - ઉપશમશ્રેણીને આરંભ તે અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે જ કરે છે. અને તેઓને યથાસંભવ સમક્તિ મેહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાયોના ઉપશમથી થાય છે. નહીં તે તેને ક્રોધાદિ પ્રકૃતિના ઉદયથી સમ્યકત્વ વગેરેને લાભ થાય નહીં, તે પછી અત્યારે તેમને ઉપશમ કેવી રીતે કહો છો?
ઉત્તર - આ વાત બરાબર નથી. તેને ગુણની પ્રાપ્તિ તે પ્રકૃતિના ક્ષપશમથી થઈ હતી, ઉપશમથી નહીં, માટે હવે ઉપશમ કરે છે.
પ્રશ્નઃ ક્ષયોપશમમાં પણ ઉદયમાં આવેલ કર્મોને ક્ષય અને અનુદયને ઉપશમ હોય છે. અને ઉપશમ પણ આ જ પ્રમાણે છે, તે પછી ક્ષપશમ અને ઉપશમમાં શો ફરક છે? જેથી તમે એમ કહો છો, કે પહેલા ક્ષયોપશમ હતું અને હવે ઉપશમ કરે.
ઉત્તરઃ સાચી વાત છે. ક્ષપશમમાં તેને આવરણ કરનાર કર્મોને પ્રદેશદય હોય છે. ઉપશમમાં તે પ્રદેશદય પણ હોતું નથી.
પ્રશ્નઃ જે ક્ષપશમ હોવા છતાં પણ મિથ્યાત્વ, અનંતાનુબંધી વગેરે કષાયોને પ્રદેશદય હોય, તો પછી સમ્યક્ત્વ વગેરે ગુણને નાશ કેમ થતું નથી ? કેમકે મિથ્યાત્વ વગેરેના ઉદયથી તે સાસ્વાદન સમ્યગ્દર્શનની જેમ સમ્યત્વ વગેરે આવેલા હોય તે પણ જતા રહે છે.
ઉત્તર – આ દેષ અહીં નથી લાગતું. કેમકે પ્રદેશદય મંદરસવાળો હોય છે અને મંદરસવાળો ઉદય પિતાના આવરણીય ગુણોને નાશ કરવા માટે સમર્થ નથી. જેમ ચાર જ્ઞાનના સ્વામિને તે મતિજ્ઞાનાવરણ વગેરેને વિપાકથી પણ ઉદય છે. કહ્યું છે, કે મતિજ્ઞાનાવરણ વગેરે કર્મ યુદયી છે. ધ્રુવોદયી પ્રકૃતિઓને અવશ્ય વિપાકેદય જ હોય છે. વિપાકેદયની અપેક્ષાએ જ ધૃદય નામ પડયું છે. આથી સમસ્ત ચાર જ્ઞાનના સ્વામીઓને મતિજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ મંદીરસવાળી હવાથી મતિ વગેરે જ્ઞાનના નાશકારક થતી નથી. તે પછી પ્રદેશદયથી ગવાતી અનંતાનુબંધી વગેરે તે ચોક્કસ ગુણ વિઘાતક ન થાય, કેમકે તેને ઉદય અતિ મંદરસવાળા છે.