________________
૯૦. ઉપશમશ્રેણી
૩૮૭ સંજવલન માન ઉપશમાવે છે. ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળમાં અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ માયાને ઉપશમાવે છે. તે જ સમયે સંજવલનમાયાને બંધ, ઉદય, ઉદીરણનો વિચ્છેદ થાય છે. ત્યારથી આ જીવ ફક્ત લેભમેહનીયને ભોગવનાર થાય છે.
લોભવેદનાદ્ધાના ત્રણ વિભાગો છે. ૧. અશ્વકકરણદ્ધા, ૨. કિટ્ટીકરણદ્ધા, ૩. કિટ્ટીવેદનાદ્ધા. તેમાં પહેલાં બેનો ત્રીજો ભાગ ચાલતું હોય ત્યારે સંજવલન લેભની બીજી સ્થિતિમાંથી દલિકને ખેંચી, પ્રથમ સ્થિતિરૂપ કરે છે અને ભોગવે છે. અશ્વકર્ણકરણદ્ધામાં રહેલે પહેલા સમયે જ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવવન–એમ ત્રણે લેભને એક સાથે ઉપશમાવવાનો આરંભ કરે છે. વિશુદ્ધિ વધતા અપૂર્વ સ્પદ્ધકે કરે છે.
અપૂર્વ પદ્ધકને શબ્દ આગળ કહ્યા પ્રમાણે જાણવો. સંજવલનમાયાના બંધાદિને વિચ્છેદ થયા પછી, એક સમય ન્યૂન બે આવલિકા કાળ બાદ સંજવલનમાયાને ઉપશમ થાય છે. આ પ્રમાણે અશ્વકર્ણકરણોદ્ધા પૂરી થયા પછી, કિટ્ટીકર્ણારણોદ્ધામાં પ્રવેશ થાય છે.
ત્યાં પૂર્વસ્પદ્ધકે અને અપૂર્વસ્પદ્ધકમાંથી દ્વિતીય સ્થિતિમાં રહેલા દલિકેને ખેંચી લઈ, દરેક સમયે અનંત કિટ્ટીઓ કરે છે. કિટ્ટીકર સુદ્ધાના ચરમ સમયે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ લોભને એક સાથે ઉપશમાવે છે. તે ઉપશાંત થાય તે જ સમયે સંજવલન લોભનો બંધ વિરછેદ અને બાદર સંજવલન લાભને ઉદય ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારે આ જીવ સૂકમ સંપરાથી કહેવાય છે.
તે વખતે ઉપરની સ્થિતિમાંથી કેટલીક કિટ્ટીઓ ખેંચી સૂમસંપાયઅદ્ધા પ્રમાણ પ્રથમ સ્થિતિ રૂપ કરે છે અને ભગવે છે. સૂફમસં૫રાયઅદ્ધા અંતમુહૂર્ત પ્રમાણની છે. બાકીનું સૂમકિટ્ટીરૂપ કરેલ અને સમયનૂન બે આવલિકા રૂપ બાંધેલ દલિકને ઉપશમાવે છે. અને સૂમસં૫રાયઅદ્ધાના છેલલા સમયે સંજવલન લેભ ઉપશાંત થાય છે. ત્યાર પછીના બીજા સમયે આ જીવ ઉપશાંતહી થાય છે. તે જીવ ઉપશાંતહી તરીકે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય છે. તે પછી આગળ આ જીવ નિયમ પડે છે.
ઉપશાંતનેહી જીવનું પતન બે રીતે થાય છે. ભવક્ષય અને અદ્ધાક્ષયથી. ૧. ભવક્ષય પતન -ણિ વખતે જીવ મૃત્યુ પામે ત્યારે થાય છે. ૨. અદ્ધાક્ષય પતન :–ઉપશાંત ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયા બાદ થાય છે.
અદ્ધાક્ષયે પડતે જીવ જે પ્રમાણે ચડ્યો હોય, તે પ્રમાણે જ પડે. જ્યાં જ્યાં બંધદયનો વિચ્છેદ થયે હતા, ત્યાં ત્યાં તે બંધ, ઉદય, અદ્ધાક્ષચે પડતાં શરૂ થાય છે. પડતાં-પડતાં છઠ્ઠા પ્રમત્તસંયત ગુણસ્થાનક સુધી પડે છે. કેઈ વળી તેથી પણ નીચેના બે ગુણસ્થાનક સુધી પણ જાય છે. અને કેઈક સાસ્વાદનભાવ (ગુણસ્થાન)ને પણ