________________
૩૮૩
૮૮. ક્ષપકશ્રેણી દર્શનાવરણ ચાર, નિદ્રાદ્ધિ એમ સેળ કર્મોની સ્થિતિ સત્તાને સર્વ અપવર્તનાવ અપવર્તી ક્ષીણકષાયઅદ્ધાની સ્થિતિના સમાન કરે છે. ફક્ત નિદ્રાદ્ધિક સ્વ-સ્વરૂપની અપેક્ષાએ સમય ન્યૂન છે પણ સામાન્યથી કર્મરૂપે તે સમાન છે. અને તે ક્ષીણકષાયોદ્ધા હજુ અંતમુહૂર્ત પ્રમાણની છે. ત્યારથી લઈ તે કર્મોના સ્થિતિઘાત વગેરે અટકી જાય છે. પણ બાકીના કર્મોના તે થાય જ છે. અને તે નિદ્રાદ્ધિક વગર સેળકર્મોને ઉદય, ઉદીરણાવડે ભેગવતાં–ભાગવતાં જ્યારે તે સમયાધિક આવલિકા માત્ર સ્થિતિના રહે, ત્યારે તેમની ઉદીરણું વિચ્છેદ પામે છે. તે પછી આવલિકા માત્ર કાળ સુધી ઉદયપૂર્વક તે કર્મો ક્ષીણ= કસ્પાયઅદ્ધાના દ્વિચરમ એટલે છેલલાના આગલા સમય સુધી ભગવે છે. તેમાં નિદ્રાદ્ધિક દ્વિચરમ સમયે સ્વરૂપ અપેક્ષાએ ક્ષીણ થાય છે. અને સત્તાની ચૌદ પ્રકૃતિઓ ચરમ સમયે ક્ષીણ થાય છે. તેના પછી અનંતર સમયે કેવળી થાય છે. (૬૯૪).
कोहो माणो माया लोहोऽणताणु धिणो चउरो । खविऊण खबई संढो मिच्छं मीसं च सम्मत्तं ॥६९५॥
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ-આ ચાર કષાયને એક સાથે ખપાવી નપુંસકવેદે શ્રેણી સ્વીકારનાર મિથ્યાત્વ, મિશ્ર, સમકિત મેહનીય અંતર્મુહૂર્ત કાળમાં ક્રમપૂર્વક ખપાવે છે. બધી જગ્યાએ પ્રકૃતિઓના ક્ષપણાનું કાળમાન અંતમુહૂર્ત છે. સંપૂર્ણ શ્રેણીની સમાપ્તિ સુધીને કાળ પણ ફક્ત અંતર્મુહૂર્ત જ છે. કેમકે અંતર્મુહૂર્તના અસંખ્ય ભેદો છે. (૬૫)
अप्पच्चक्खाण चउरो पच्चक्खाणे य सममवि खवेइ । तयणु नपुंसगइत्थीवेयदुगं खविय समं ॥ ६९६ ॥ हासरइअरइपुंवेयसोयभयजुयदुगुंछ सत्त इमा । तह संजलणं कोहं माणं मायं च लोभं च ॥६९७।।
તે પછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ આઠ કષાયોને એકી સાથે ખપાવે છે. તે પછી નપુંસકવેદ અને સ્ત્રીવેદને એકી સાથે ખપાવે છે. અને સ્ત્રીવેદ, નપુંસકવેદને ક્ષય થતાં, પુરુષવેદને બંધ વિચ્છેદ થાય છે. તેને ખપાવી સાત પ્રકૃતિઓને એકી સાથે ખપાવે છે. તે આ પ્રમાણે-હાસ્ય, રતિ, અરતિ, પુરુષવેદ, શેક, ભય, જુગુપ્સા ત્યાર પછી સંજવન કે, તે પછી સંજ્વલન માન, તે પછી સંજવલન માયા ત્યાર બાદ સંજવલન લેભને ખપાવે છે. લેભની ક્ષપણમાં જે વિશેષતા છે તે આગળની ગાથામાં કહે છે. (૬૯૬-૬૯૭)
तो किट्टीकयअस्संखलोहखंडाई खविय मोहखया । पावइलोयालोयप्पयासयं केवलं नाणं ॥६९८॥