________________
૮૮. ક્ષપકશ્રેણી
૩૮૧ તેને એક સમયાધિક આવલિકા પ્રમાણુ શેષ રહે, ત્યાં સુધી ભગવે છે, તે પછીના અનંતર સમયે દ્વિતીય કિટ્ટી દલિક દ્વિતીય સ્થિતિગતને ખેંચી પ્રથમ સ્થિતિરૂપ કરી, તેને એક સમયાધિક આવલિકા માત્ર કાળ સુધી ભગવે છે- આ ત્રણે કિટ્ટી વેદનાદ્ધામાં પણ ઉપરની સ્થિતિગત દલિકને ગુણસંક્રમવડે પ્રતિસમય અસંખ્યય ગુણ-વૃદ્ધિ વડે સંજવલન માનમાં નાખે છે. ત્રીજી કિટ્ટીવેદનાદ્ધાના ચરમ સમયે, સંજવલનને, બંધ, ઉદય, ઉદીરણને એક સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તા પણ એક સમય ન્યૂન એ આવલિકારૂપ જે બંધાયેલ છે, તેને છોડી બીજી હોતી નથી. કેમકે બધી સત્તા માનમાં નાખી હોવાથી.
તે પછી માનનું પ્રથમ કિટ્ટી દલિકમાં દ્વિતીય સ્થિતિગત દલિક ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરી અંતમુહૂર્ત સુધી ભગવે છે. અને ઘના બંધ વગેરેને વિરછેદ થયા પછી તેના દલિકને એક સમય ન્યૂન બે આવલિકા જેટલા સમયમાં ગુણસંક્રમવડે સંક્રમાવતા માનમાં છેલ્લા સમયે સર્વ દલિક સંક્રમાવે છે. અને માનનું પણ પ્રથમ કિટ્ટી દલિક જે પ્રથમ સ્થિતિરૂપ કરાયેલ છે, તેને ભેગવતાં તે સમયાધિક એક આવલિકા જેટલું બાકી રહે છે. તે પછી માનનાં દ્વિતીય કિટ્ટીદલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરી સમયાધિક આવલિકા માત્ર કાળ પ્રમાણ રહે ત્યાં સુધી ભગવે છે. અને તે જ વખતે માનના બંધ, ઉદય અને ઉદીરણને એકી સાથે વિચ્છેદ થાય છે. અને તેની સમય ન્યૂન બે આવલિકા પ્રમાણુ બદ્ધસત્તા બાકી હોય છે. કેમકે બાકીના ક્રોધના શેષ દલિકે જેમ માનમાં નાખ્યા હતા તેમ અહીં માનના શેષ દલિકે માયામાં નાખ્યા હોવાથી આટલા જ શેષ રહે છે.
તે પછી માયાની પ્રથમ કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપે કરે છે. અંતમુહૂર્ત સુધી ભગવે છે. અને સંજવલન માનના બંધ વગેરેને વિચ્છેદ થયા પછી તેના દલિકને સમયપૂન બે આવલિકા કાળ સુધી ગુણસંક્રમ વડે માયામાં બધા દળિયા નાખે છે. અને માયાનું પણ પ્રથમ કિટ્ટી દલિકને જે દ્વિતીય સ્થિતિમાંથી ખેંચી પ્રથમ સ્થિતિરૂપ કરેલ, તેને ભગવતા સમયાધિક આવલિકા જેટલું બાકી રહે. તે પછી માયાની બીજી કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપે કરે અને સમયાધિક આવલિકા પ્રમાણુ કાળ જેટલું બાકી રહે ત્યાંસુધી ભગવે. તે પછી તૃતીય કિટ્ટી દલિકને દ્વિતીય સ્થિતિગતમાંથી ખેંચીને પ્રથમ સ્થિતિરૂપ કરે અને સમયાધિક આવલિકા જેટલો માત્ર કાળ બાકી રહે, ત્યાં સુધી ભગવે. અને તે જ વખતે માયાને બંધ, ઉદય અને ઉદીરણાને એકી સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકા બદ્ધ જેટલી જ હોય છે. બાકીની બધી સત્તા ગુણસંક્રમવડે લેભમાં સંક્રમાવી હોય છે.