________________
પ્રવચનસારે દ્વારે ૧. શાશ્વત જિનાલયે દેવલેક એટલે ઉપલક્ષણથી મેરૂ પર્વત ઉપર, પર્વતના ફૂટે ઉપર, નંદીશ્વર, ચકવર વગેરે દ્વીપ અને પર્વતમાં હોય છે.
૨. ભરત મહારાજા વગેરેએ કરાવેલ ચૈત્યે ભક્તિમૈત્ય છે. તે ભક્તિચૈત્ય. ૩. નિશ્રાકૃત અને અનિશ્રાકૃત-એમ બે પ્રકારે છે.
૪. મંગલ માટે કરેલ જે ચિત્ય તે મંગલચૈત્ય. જે મથુરા વગેરે નગરીઓમાં બારણાની બારશાખ પર પ્રતિષ્ઠાપિત હોય છે.
પ. વાત્રક મુનિના પુત્ર રમણીય ચિત્યમાં તે જ વાત્રક મુનિની પ્રતિમા બેસાડી અને તે સ્થાન-સ્થતિ એવી રીતે પ્રસિદ્ધ થઈ, તે સાધર્મિક ચિત્ય છે. આનો ભાવાર્થ કથાનકથી જાણવો.
વાત્રક નામના નગરમાં અભયસેન નામે રાજાને વાત્રક નામે મંત્રી હતું. એના ઘરે એક વખત ધર્મઘોષ નામના મુનિ ભિક્ષા માટે આવ્યા. તેની સ્ત્રીએ તે સાધુને ભિક્ષા વહોરાવવા માટે ઘી, ખાંડ મિશ્રિત ક્ષીરથી ભરેલ વાસણ ઉપાડ્યું. તે વખતે કઈ પણ રીતે ખાંડ મિશ્રિત ઘીના ટીપા જમીન પર પડ્યા. એટલે તે ધર્મષ મહાત્મા, ભગવાને કહેલ ભિક્ષા ગ્રહણવિધિના વિધાનમાં ઉદ્યમી હોવાથી આ ભિક્ષા છર્દિત દોષથી દુષિત છે, માટે મને ન ખપે-એમ મનમાં વિચારી ભિક્ષા લીધા વગર ઘરમાંથી નીકળી ગયા.
મત્ત હાથી પર બેઠેલા વાત્રક મંત્રીએ મુનિને ઘરમાંથી નીકળતા જેવા અને વિચાર્યું કે મુનિએ મારે ત્યાંથી ભિક્ષા કેમ ન લીધી? આ પ્રમાણે વિચારે છે, એટલામાં જમીન પર પડેલ ક્ષીરના ટીપા પર માખીઓ બેઠી, તેને ખાવા માટે ગાળી દેડી, તેના વધ માટે કાચંડે દેડ્યો તેને ખાવા માટે બિલાડી દેડી, તેના વધ માટે બહારને બીજે કૂતરો દોડ્યો. તેને મારવા માટે ત્યાં રહેનારા તેનો વિરોધી કૂતરે દોડ્યો. તે બંને કૂતરાનું યુદ્ધ થયું. ત્યારે તે બંને કૂતરાના માલિકે પોતાના કૂતરાની હારની પીડાથી બંને દેડડ્યા. તે બંનેના માલિકોને પરસ્પર લાકડીથી મહાયુદ્ધ થયું. આ બધી હકીક્ત વાત્રક મંત્રીએ જોઈ અને વિચાર્યું કે એક ઘીનું ટીંપુ માત્ર પણ જમીન પર પડવાથી જે આટલી બધી અધિકરણની પ્રવૃત્તિ થાય છે તેથી જ અધિકરણ ભીરૂ એવા મુનિએ ભિક્ષા ન લીધી. અહો ! ભગવાને કેવો સુંદર ધર્મ કહ્યો છે. ' વીતરાગ ભગવાન સિવાય બીજુ કેણ આ નિરપાય ધર્મ કહેવા માટે સમર્થ હોય તેથી મારે પણ તે જ ભગવાને કહેલ અનુષ્ઠાન આચરવું ઉચિત છે. એમ વિચારી સંસાર સુખથી વિમુખ થયેલ શુભ ધ્યાન યુક્ત જાતિસ્મરણ જ્ઞાન થવાથી, તેમને દેવતાએ આપેલ સાધુવેષ ગ્રહણ કરી લાંબા સમય સંયમ પાળી, કેવલજ્ઞાન મેળવી, કાળક્રમે સિદ્ધ થયા. તે માટે મુનિના પુત્ર ભક્તિસભર હદયથી દેવમંદિર કરાવી રજોહરણ, મુહપત્તિવાળી પિતાની પ્રતિમા કરાવી ત્યાં સ્થાપના કરી. અને દાનશાળા ચાલુ કરી. તે સ્થાનને સિદ્ધાંતમાં સાધર્મિકસ્થલી રૂપે કહેવાય છે. (૬૬૨-૬૬૩)