________________
૩૫૮
પ્રવચનસારોદ્ધાર વગેરે લેવા, સ્થગિલ વિગેરેના માત્રટ=વાસણોનો સંગ્રહ કરે, લેચ કર, નવી દીક્ષા ન આપવી. પહેલા લીધેલ રાખ, ડગલ=માટીના ઢેફા વગેરે પરઠવી અને નવા લેવા. વર્ષાઋતુને ઉપગી ડબલ ઔપગ્રહિક ઉપકરણ લેવા. નવા ઉપકરણો ન લેવા. સવા
જનથી આગળ વિહાર ન કર, વગેરે આ વર્ષાઋતુની સામાચારીનું પાલન કરવું તે પર્યુષણાકલ્પ છે.
પ્રથમ અને અંતિમ જિનના સાધુઓને પર્યુષણાકલ્પ અવસ્થિત છે. જ્યારે મધ્યમ જિનના સાધુઓને પર્યુષણાક૯૫ અનવસ્થિત છે. હવે આ કલ્પમાં જે ભેદ છે, તે કહે છે. આ પર્યુષણાકલ્પ ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બે પ્રકારે છે. (૬૫૭) चाउम्मासुक्कोसो सत्तरि राइंदिया जहन्नो उ । थेराण जिणाणं पुण नियमा उक्कोसओ चेव ॥६५८॥
આ પર્યુષણક૯૫ સ્થવિરકલ્પી સાધુઓને ઉત્કૃષ્ટ ચાર માસને અને જઘન્ય સીત્તેર દિવસને છે. અને જિનકલ્પ સાધુઓને નિયમાં ઉત્કૃષ્ટ જ પર્યુષણક૫ હેય છે.
ચાર માસનો જે સમૂહ તે ચાતુર્માસ. તે ચાર માસ પ્રમાણને ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ છે. જે અષાઢી પૂનમથી લઈ કાર્તિકી પૂનમ સુધીને હેય છે. જઘન્યક૯૫ ભાદરવા સુદી પાંચમથી કાર્તિકી પૂનમ સુધી સીત્તેર દિવસનો હોય છે. આ પર્યુષણકલ્પ પહેલા અને છેલ્લા જિનના વિકલ્પી સાધુઓને અવશ્યમેવ હોય છે. અને પહેલા છેલ્લા જિનના જિનકલ્પી સાધુઓને નિયમાં ઉત્કૃષ્ટ ચાર માસ પ્રમાણને જ કલ્પ હોય છે. કારણ કે તેમનો આચાર નિરપવાદ હોય છે. (૬૫૮)
૭૮. ચિત્યપંચક भत्ती १ मंगलचेइय २ निस्सकड ३ अनिस्सकडचेइयं ४ वावि । साप्सयचेइय ५ पंचममुवइटुं जिणवरिंदेहि ॥६५९॥
૧. ભક્તિચૈત્ય, ૨. મંગલચૈત્ય, ૩. નિશ્રાકૃતચૈત્ય, ૪. અનિશ્રાકૃતત્ય, ૫. શાશ્વતત્ય-એમ શ્રીજિનેશ્વરોએ પાંચ પ્રકારના ચિત્ય કહેલ છે.
गिहि जिगपडिमाए भत्तिचेयं १ उत्तरंगघडियंमि । जिणब्बेि मंगलचेयंति २ समयन्नुणो विति ॥६६०॥ . निस्सकडं जं गच्छस्स संतियं ३ तदियरं अमिस्सकडं ४ । सिद्धाययणं च ५ इमं चेइयपणगं विणिद्दिढे ॥६६१॥