________________
૭૪. દિવસમાં કરવાના વંદનની સંખ્યાचत्तारि पडिक्कमणे किइकम्मा तिणि हुंति सज्झाए । पुव्वण्हे अवरण्हे किइकम्मा चउदस हवंति ॥६४८॥
ચાર કૃતિકમ પ્રતિક્રમણમાં અને ત્રણ સક્ઝાયમાં એમ સાત પૂર્વાનમાં અને સાત અપરાહુનમાં-એમ ચૌદ કૃતિકામ થાય છે.
કતિકર્મ એટલે વંદન. પ્રતિક્રમણમાં ચાર વંદન હોય. તેમાં પહેલું આલોચના માટેનું વંદન, બીજું ખામણા કરવા માટેનું વંદન, ત્રીજું આચાર્ય વગેરે સર્વ સંઘની ક્ષમાપના પૂર્વે આશ્રય કરવા માટે, અને એથું પચ્ચકખાણનું વંદન હોય છે.
સ્વાધ્યાયમાં ત્રણ વંદન હોય છે. ૧. સ્વાધ્યાય પ્રસ્થાપન વખતે ૨. સ્વાધ્યાયના પ્રવેદન વખતે અને ૩. સ્વાધ્યાય કર્યા પછીનું. એમ ત્રણ પૂર્વા એટલે પ્રભાત વખતે સાત વંદન થાય છે.
એ પ્રમાણે અપરાને એટલે સાંજના વખતે પણ સાત વંદન થાય છે. કાલગ્રહણમાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા વગેરે વંદનનો સ્વાધ્યાયવંદનમાં જ સમાવેશ થાય છે. આ પ્રમાણે ઉપવાસિને દરરોજ ચૌદ વંદને નક્કી હોય છે. ભેજનાથને તે અપરાને એક પ્રત્યાખ્યાનચંદન વધારે કરવાનું હોય છે. એટલે પંદર હોય છે. (૬૪૮).
૭૫. ક્ષેત્રોમાં સામાયિક વિગેરે ચારિત્રોની સંખ્યાतिणि य चारित्ताई बावीसजिणाण एरवयभरहे । तह पंचविदेहेसु वीयं तईयं च नवि होइ ॥६४९॥
સામાયિક, સૂમસં૫રાય અને યથાપ્યાત રૂ૫ ત્રણ ચારિત્રો, પાંચ ભરત અને પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા તીર્થકરને છોડીને વચ્ચેના બાવીસ (૨૨) જિનેશ્વરના કાળમાં તથા પાંચ મહાવિદેહમાં હોય છે. મહાવિદેહક્ષેત્ર અને મધ્યમ બાવીસ જિનના સાધુઓને બીજું છેદેપસ્થાપનીય અને ત્રીજું પરિહારવિશુદ્ધિચારિત્ર ક્યારે પણ હોતા નથી. પહેલા અને છેલ્લા તીર્થકરના સમયમાં ભરત-ઐરાવતક્ષેત્રમાં સાધુઓને સામાયિક વગેરે પાંચ ચારિત્ર હોય છે.