________________
૭૩. મહાવ્રતાની સખ્યા
૩૫૧
કેટલાક પ્રથમ તીર્થંકરના સાધુઓ ઠલે કે ગોચરી ગયા હતા, ત્યાંથી ઘણા સમયે મુકામમાં આવ્યા એટલે ગુરુએ પૂછ્યું કે, તમને આવતા આટલી વાર કેમ થઈ?” તેઓએ સરળ હાવાથી કહ્યું, કે અમે ‘નાચતા નટને જોવા ઊભા રહ્યા હતા.' ત્યારે ગુરુએ તેમને શિખામણ આપી કે નટ વિગેરેતુ નાચ રાગનું કારણ હાવાથી તમારે ફરી ન જોવું. ત્યારે તેમણે પણ ગુરુની આ શિખામણના સ્વીકાર કર્યાં. ખીજા દિવસે ફરીવાર આ પ્રમાણે જ થયું. ત્યારે ગુરુએ ફરી પૂછ્યું તે કહેવા લાગ્યા કે ‘નટડી નાચતી હતી તે જોવા ઉભા રહ્યા હતા ' ગુરુએ કહ્યું કે તમને પહેલા જ જોવાના નિષેધ કરેલ છે. ત્યારે તેઓ ઋજુ જડ હેાવાથી કહેવા લાગ્યા કે નટના નાચના નિષેધ કર્યાં હતા. પણ નટીના નાના નિષેધ નહોતા કર્યાં. ‘નટના નિષેધમાં રાગનું કારણ હોવાથી નટીને નિષેધ જ હાય છે—એમ તેઓ ઋજી-જડ હાવાથી સમજી શકયા નહીં.
વધુ-જડ એટલે શઠતા અને મૂખતા– એ એ ગુણ યુક્ત જે જીવા હાય, તે વક્ર– જડ. જે છેલ્લા તી કરના કેટલાક સાધુએ આવા હોય છે. તેમનું વક્ર અને જડ પણું નટના દેશાંતથી જાણવું.
તેઓને પણ ઉપરના દૃષ્ટાંત પ્રમાણે ગુરુએ નટ જેવાના નિષેધ કર્યાં. પછી ફરીવાર નટીના નાચ જોઇ ઘણા મેાડા આવ્યા અને ગુરુએ પૂછ્યું, ત્યારે વ-જડપણાથી પેટની પીડા વગેરે ગમે તેવા જવાખા આપવા માંડવાં. એટલે ગુરુએ અતિદબાણપૂર્વક પૂછ્યું. ત્યારે કહ્યું કે, અમે નાચતી નટી જેવા ઉભા રહ્યા હતા. ગુરુએ પ્રગટ ઠપકા આપ્યા એટલે જડ પણાથી કહેવા લાગ્યા, કે અમે તા એમ જ જાણતા હતા નટ જ ન જોવાય.’
મધ્યનાં બાવીસ તીથંકરના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુએ સરળતા અને બુદ્ધિમતા યુક્ત એવા ઋજી, પ્રાજ્ઞ હોય છે. તેઓને પણ નટના દૃષ્ટાંતથી જાણવા.
તેઓને પણ ઉપર પ્રમાણે નટ જોવાનો નિષેધ કર્યાં તેના પરથી બુદ્ધિશાળી હોવાથી જાતે જ વિચારી રાગાદિના કારણરૂપ નટી નિરીક્ષણના ત્યાગ કર્યાં. આમ મધ્યમ જિનના સાધુએ ઋજુ હાવાથી જે પ્રમાણે ઉપદેશ કર્યો હોય, તે પ્રમાણે પાળનારા હાય છે. અને પ્રાજ્ઞ હાવાથી ઉપદેશ માત્રથી સમસ્ત ત્યાજય પટ્ટા ના વિચારપૂર્વક કરવા સમર્થ થાય છે. માટે સુખ પ્રતિબાધ્ય છે.
આથી સ્ત્રીને ગ્રહણ (પરિગ્રહ) કર્યા વગેર સ્રીના પરિભાગ થતા નથી. ’ એમ પરિગ્રહ વિરમઝુવડે મૈથુનની વિરતિના સ્વીકાર કરે છે. માટે તેને પરમા`થી પાંચ મહાવ્રત હોવા છતાં પણ ચાર મહાવ્રત છે.
પ્રથમ જિનના સાધુઓને ઋજીજડ હાવાથી ઘણા પ્રકારના ઘણા ઉપદેશથી સમસ્ત ત્યાજ્ય પદાનું જ્ઞાન સંભવે છે. અને ચરમજનના સાધુ વકજડ હોવાથી કોઈને કાઈ બહાને ત્યાજ્ય પદાર્થોને સેવવાના સંભવ હોવાથી પરિગ્રહવિરતિના વ્રતવડે મૈથુનવિરતિ વ્રત પણ આવી જાય છે– એમ સ્વીકાર નથી કરી શકતા માટે પાંચ મહાવ્રતરૂપ ધર્મ તેઓને કહ્યો છે.(૬૪૭)