________________
૩૩૪
પ્રવચનસારોદ્ધાર ભાગમાં પાંચ પાંચ દિવસે ભિક્ષા માટે ફરે. અને ત્યાં જ સ્થિરતા કરે. પંચક૯૫ ચૂર્ણમાં કહ્યું છે કે,
ગામના છ ભાગ કરે. એકેક ભાગમાં પાંચ દિવસ ભિક્ષા માટે ફરે અને ત્યાં જ વસતિ કરે. વર્ષાઋતુમાં એક જ જગ્યાએ ચાર માસ રહે.
તે શેરીઓમાં દરરોજ નિયમાં જુદી જુદી ભિક્ષા માટે ફરે. એટલે ઉદ્ધતા વગેરે પાંચ ભિક્ષામાંથી જે ભિક્ષા પહેલા દિવસે લીધી હોય, તે ભિક્ષા બીજા દિવસે ન લે. પણ બીજી ભિક્ષા અભિગ્રહ કરે. અમે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. પણ શાસ્ત્ર સાપેક્ષ સદ્દબુદ્ધિ વડે. અન્ય પ્રકારે પણ વ્યાખ્યા કરી શકાય છે. (૬૧૭)
पडिबद्धा इयरेऽवि य एक्केक्का ते जिणा य श य । अत्थस्स उ देसम्मि य असमत्ते तेसि पडिबंधो ॥६१८॥
હવે સૂત્રોનું વૈવિધ્ય બતાવવાની ઈચ્છાવાળા યથાલદિકના પ્રકાર કહે છે. યથાસંદિકે ગપ્રતિબદ્ધ અને ગ૭અપ્રતિબદ્ધ-એમ બે પ્રકારે છે. તે બંનેના પણ જિનકલ્પી અને
વિકલ્પીકે–એમ બે-બે પ્રકાર છે. તેમાં જેઓ યથાલદિકકલ્પની પૂર્ણાહુતિ પછી જિનકલ્પને સ્વીકારે છે, તેઓ જિનકલ્પીઓ કહેવાય છે અને જેઓ સ્થવિર કલ્પને જ સ્વીકારે છે, તે સ્થવિરકલ્પી કહેવાય છે.
જેઓ ગચ્છમાં પ્રતિબદ્ધ છે, તેઓને આ કારણે ગચ્છ પ્રતિબદ્ધતા હોય છે. જેમને ગુરુ પાસે સૂત્ર સંપૂર્ણ લીધું હોય પણ અર્થનો થોડો ભાગ બાકી રહ્યું હોય, સંપૂર્ણ ન લીધે હોય તે તે લેવા માટે ગચ્છથી પ્રતિબદ્ધ હોય છે. તે અર્થને ગુરુ પાસે ગ્રહણ કરતા હોવાથી ગચ્છપ્રતિબદ્ધ છે. (૬૧૮).
लग्गाइसु तूरंते तो पडिव जित्तु खित्तबाहिठिया । गिण्हंति ज अगहियं तत्थ य गंतूण आयरिओ ॥६१९॥
સંપૂર્ણપણે સૂત્ર અને અર્થ ગુરુ પાસેથી લઈને પછી કપ કેમ નથી સ્વીકારતા ? તેનું કારણ કહે છે.
શુભ એવું લગ્ન, વેગ, ચંદ્રબળ વગેરે મુહૂર્ત જલદી આવી ગયું હોય અને બીજું શુભ લગ્ન વગેરે મુહૂર્ત દૂર હોય અથવા તે આ મુહૂર્ત જેવું સારું મુહૂર્ત ન હોય, તે સંપૂર્ણ સૂત્ર અર્થ ન લીધા હોય, તો પણ સારૂ લગ્ન વગેરે હોવાના કારણે ક૯૫ને સ્વીકારી લે. તે કલ્પને સ્વીકારી ગચ્છમાંથી નીકળી ગુરુ જે ક્ષેત્રમાં રહ્યા હોય, તે ક્ષેત્રની બહાર દૂર પ્રદેશમાં રહી પોતાના વિશિષ્ટતર કઠોર સમસ્ત અનુષ્ઠાનમાં રક્ત રહી, જે અર્થ ભણ્યા ન હોય, તે અર્થને ગ્રહણ કરે છે. (૬૧૯)
तेसिं तय पयच्छइ खेत्तं इंताण तेसिमे दोसा । वंदंतमवंदंते लोगमि य होइ परिवाओ ॥६२०॥