________________
३२८
પ્રવચનસારે દ્ધાર અહીં સ્થવિરકલ્પના ઉપલક્ષણથી સ્વકપ એટલે પરિવાર વિશુદ્ધિ ક૯પ ગ્રહણ પણ જાણવું.
અહીં ઈત્વરકલ્પિકોને કલ્પના પ્રભાવથી જ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ઉપસર્ગો, સદ્યઘાતિ રેગ અને અતિવ અસહ્ય વેદનાઓ ઉત્પન્ન થતી નથી. જ્યારે થાવતુકથિકને સંભવે છે. તેઓ જિનકલ્પ સ્વીકારનારાએ જિનકલપના આચારને આચરે છે , અને જિનકપીઓને ઉપસર્ગ વગેરે હોય છે. પંચવસ્તુ તથા બ્રહકલ્પભાષ્યમાં કહ્યું છે કે ઈશ્વરથિકને ઉપસર્ગ, આતંક (રેગ) વેદના હોતી નથી, જ્યારે યાવતકથિકને ભજના હોય છે.
પરિહાર ક૯૫ સ્વીકારવાની ઈચ્છાવાળાઓ તીર્થંકરની પાસે સ્વીકારે છે. અથવા તીર્થકરની પાસે રહી પહેલા જેને આ કલ્પ સ્વીકાર્યો હોય તેની પાસે સ્વીકારે. આ બે સિવાય બીજા પાસે આ કલ્પ સ્વીકારતા નથી. આમનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. જે ચારિત્રમાં પરિહાર એટલે તપ વિશેષથી વિશુદ્ધિ કે નિર્મલતા પ્રાપ્ત થાય, તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય.
પ્રશ્ન - પરિહાર વિશુદ્ધિકે કયા ક્ષેત્ર કે ક્યા કાળમાં હોય છે?
ઉત્તર :ક્ષેત્ર વગેરેના નિરૂપણ માટે ઘણું દ્વારા પ્રવચનમાં કહ્યા છે. ગ્રંથ વિસ્તારમાં ભયવાળા અમે પણ શિષ્યોના ઉપકાર માટે કેટલાક દ્વારા બતાવીએ છીએ.
૧. ક્ષેત્રદ્વાર –ક્ષેત્રદ્વાર બે પ્રકારે છે. ૧. જન્મથી, ૨. સદ્દભાવથી એટલે વિદ્યમાનતાથી. જે ક્ષેત્રમાં જન્મ થયેલ હોય તે જન્મથી અને જે ક્ષેત્રમાં ક૯૫ સ્વીકારાય તે સદ્દભાવથી.
તેમાં જન્મ અને સદભાવથી પાંચ ભરત અને પાંચ ઐરાવતક્ષેત્રમાં હોય છે. પરંતુ મહાવિદેહમાં નહીં. પરિહારવિશુદ્ધિ મુનિઓનું અપહરણ થતું નથી, કે જેથી જિનક૯પી મુનિઓની જેમ બધી કર્મભૂમિ કે અકર્મભૂમિમાં મળે. કહ્યું છે કે, સંહરણ વર્જિતપણે ભરત, ઐરાવતક્ષેત્રમાં નિયમો હોય છે.
૨. કાળદ્વારઃ- (૧) જન્મથી અવસર્પિણીમાં ત્રીજા ચેથા આરામાં હોય છે. સદભાવથી પાંચમા આરામાં પણ હોય છે.
(૨) ઉત્સર્પિણમાં જન્મથી બીજા, ત્રીજા અને ચોથા આરામાં અને સદ્દભાવથી ત્રીજા, ચેથા આરામાં હોય છે. પંચવસ્તુ અને બૃહત્કલ્પમાં કહ્યું છે કે
અવસર્પિણીમાં જન્મથી બે આરામાં અને સદભાવ ત્રણ આરામાં હોય છે. ઉત્સપિણીમાં વિપરિતપણે જન્મ અને સદભાવથી હોય છે.
નોત્સર્પિણી–અવસર્પિણીરૂપ ચોથા આરામાં નથી હોતા, કારણ કે મહાવિદેહક્ષેત્રમાં તેઓને સંભવ નથી.